બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં રેડ એલર્ટ વચ્ચે સતત 8 કલાકથી વરસાદ, શહેરમાં 2.5 ઈચ ખાબક્યો, ધોરાજીના રસ્તાઓ નદી બન્યા
Last Updated: 11:35 AM, 1 August 2026
Rajkot Heavy Rain Forecast : રાજકોટમાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ રાતભર જમાવટ બોલાવી છે. શહેરમાં સતત 8 કલાકથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે અનેક વિસ્તારોમાં અંદાજે 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સમગ્ર જિલ્લામાં પણ વરસાદે હાજરી નોંધાવી છે. જસદણમાં સૌથી વધુ 38 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે દિવસભર ભારે વરસાદની આગાહીને પગલે મનપા અને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં ગત રાત્રિથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી અટકવાનું નામ લેતો નથી. મવડી રોડ, રેસકોર્સ રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, ગોંડલ રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો પર સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને વરસાદે રાહત આપી છે, પરંતુ ભારે વરસાદની આગાહીને કારણે વહીવટી તંત્રની ચિંતા પણ વધી છે.
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના 6 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા મુજબ સૌથી વધુ વરસાદ જસદણ તાલુકામાં નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજકોટની સાથે ધોરાજીમાં પણ મોડી રાત્રે વરસાદે જોર પકડ્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. સતત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
ADVERTISEMENT
રેડ એલર્ટ બાદ મનપા-તંત્ર એક્શનમાં
હવામાન વિભાગે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યા છે. મનપાની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારો પર સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાજકોટ જિલ્લામાં સમયસર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગે આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા સ્થળોએ ખાસ સાવચેતી રાખવા તંત્રએ લોકોને અપીલ કરી છે. મેઘરાજાની આ મેરેથોન હજુ અટકવાની શક્યતા ઓછી છે. રેડ એલર્ટ વચ્ચે રાજકોટ માટે આજનો દિવસ પણ ભારે રહી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.