બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:58 PM, 31 July 2026
1/6
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી જગતનો સૌથી યાદગાર અને લોકપ્રિય કોમેડી શો માનવામાં આવે છે. છેલ્લા અઢાર વર્ષથી આ શો કરોડો દર્શકોને હસાવતો આવ્યો છે. આજકાલ તેની ચમક થોડી ઓછી થઈ છે ખરી પણ હજુ પણ ઘણા લોકોનો દિવસ આ શો જોયા વગર અધૂરો રહે છે. શોના દરેક પાત્રે દર્શકોના દિલમાં પોતાનું અલગ સ્થાન બનાવી લીધું છે.
2/6
આ શોની અસલ જાન કોઈ એક કલાકાર નથી પણ આખી ટીમ છે. હાલમાં જ આ શોના કલાકારોને લઈને એક રસપ્રદ નિવેદન સામે આવ્યું છે, જે સીઆઈડી ફેમ દયાનંદ શેટ્ટી તરફથી આવ્યું છે. જેમાં તેમને પોતાના યુટ્યુબ ચેનલ પર એક ફેમસ શોનો ઉલ્લેખ કર્યો છે, જેને મોટાભાગના લોકો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડીને જોઈ રહ્યા છે.
3/6
દયાનંદ શેટ્ટીએ ટીવી શોના સેટ પર કલાકારો વચ્ચેના માહોલ વિશે વાત કરી હતી. જેમાં તેને કહ્યું કે સીઆઈડીના સેટ પર શોટ પૂરો થયા બાદ પણ મસ્તી અને મજાક ચાલુ રહેતી. આખો માહોલ ખૂબ હળવો અને ખુશમિજાજ રહેતો. પણ જ્યારે તેમણે એક ખૂબ જ લોકપ્રિય કોમેડી શોમાં કામ કર્યું ત્યારે ત્યાંનો માહોલ એકદમ અલગ મળ્યો.
4/6
તેમને નામ લીધા વગર કહ્યું, “એક ખૂબ પોપ્યુલર કોમેડી શો છે. આપણે વિચારીએ છીએ કે કોમેડી શો છે તો બધાનો સેન્સ ઑફ હ્યુમર જબરદસ્ત હશે અને કલાકારો હંમેશા હાસ્ય-મજાક કરતા રહેશે. પણ ત્યાં જઈને જ્યારે અમે તેમની સાથે સીન કરતા અને તેઓ પોતાની કોમેડી પૂરી કરતા, ત્યારે બધા એકદમ સીરિયસ થઈ જતા. ચહેરા ગંભીર થઈ જતા."
5/6
"કોઈ એકબીજાને જોતું નહોતું, કોઈ વાતચીત થતી નહોતી. બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા જતા. જ્યારે કોમેડી કરી રહ્યા છો. આથી અમારી અપેક્ષા હતી કે તેઓ ખૂબ ફન-લવિંગ હશે અને હંમેશા જોક્સ મારતા રહેશે, પણ એવું નહોતું. જ્યારે અમે સીઆઈડીમાં મૃતકો સાથે પણ વાત કરવાનો મોકો નહોતા છોડતા. માત્ર એક્શન વખતે સીરિયસ રહેતા.”
6/6
ઉલ્લેખનીય છે કે, આશરે દસ વર્ષ પહેલાં સીઆઈડી અને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો એકબીજાના શોમાં આવી ચૂક્યા છે. એક સ્ટોરીમાં સીઆઈડીની ટીમ ગોકુલધામ સોસાયટીના રહેવાસીનો કેસ સુલઝાવે છે તો બીજી તરફ જેઠાલાલ અને દયા સીઆઈડીમાં પણ દેખાયા હતા. જોકે દયાનંદ શેટ્ટી ખરેખર આ જ શોની વાત કરી રહ્યા છે કે નહીં તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. તેઓ કયા કોમેડી શોની વાત કરી રહ્યા છે તે ફક્ત તેઓ જ સારી રીતે જાણે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ