બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 1 ઓગસ્ટ પણ ગુજરાત માટે 'ભારે, આટલાં આટલાં જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ,16263 લોકોનું સ્થળાંતર

હવામાન / 1 ઓગસ્ટ પણ ગુજરાત માટે 'ભારે, આટલાં આટલાં જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ,16263 લોકોનું સ્થળાંતર

Published By: Hiralal Parmar

Last Updated: 09:49 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે 1 ઓગસ્ટે પણ વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના 14 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે.

1 ઓગસ્ટે પણ ગુજરાત માટે 'ભારે' છે. હવામાન વિભાગે સુરત, નર્મદા, અમદાવાદ, આણંદ અને ખેડા સહિતના 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં પણ આજની જેમ આવતીકાલે ભારે વરસાદ પડશે, માટે શહેરીજનોએ સાવધાન રહેવાની જરુર છે.

didha - 2026-07-31T212218.271

મોટી સંખ્યામાં સ્થળાંતર

રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને લઈ 16263 લોકોનું સ્થળાંતર થયું છે. નવસારીમાં સૌથી વધુ 8063, સુરતમાં 4470 લોકોનું સ્થળાંતર કરાયું છે. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાંથી 41 લોકોને કરાયા રેસ્ક્યૂ કરાયાં છે.

didha - 2026-07-31T212335.072

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ

31 જુલાઈએ બપોરના સમયે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં એસજી હાઈવેના પેલેડિયમ મોલ પાસે અને ઈન્ડિયા કોલોની તેમજ સરસપુર વિસ્તારમાં તો પાણી ભરાયા હતા. શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ અને બોપલ અને ઘુમામાં બે ઇંચ વરસાદથી પાણી ભરાયા હતા.

વધુ વાંચો : VIDEO : પાવાગઢ ડૂંગરના પગથિયાં પર વહેતા ઝરણા વચ્ચે ચાલતાં દેખાયા શ્રદ્ધાળુઓ, જુઓ અદ્દભુત નજારો

1 ઓગસ્ટે બધી સ્કૂલોમાં રજા જાહેર

વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર 01 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સ્વનિર્ભર (ખાનગી) પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, અધ્યાપન મંદિરો તેમજ કોલેજોમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.

didha - 2026-07-31T210556.154

સોમવારે શાળાઓ ચાલુ રહેશે કે બંધ?

શનિવારે રજા જાહેર થયેલી હોવાથી રવિવારે પણ રજા છે એટલે વિદ્યાર્થીઓને ડબલ રજા મળશે. સોમવારે શાળાઓ ચાલુ રહેશે કે બંધ તેનો નિર્ણય વરસાદની આગાહીને પગલે લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat monsoon gujarat rain gujarat rain news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ