બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / રાજ્યમાં ધોધમાર વરસાદ, નવસારી, ડાંગ સહિત આ જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ
Last Updated: 11:12 PM, 31 July 2026
અતિભારે વરસાદની આગાહીના વચ્ચે અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત પડતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. બોડકદેવ, માનસી સર્કલ, એસજી હાઈવે અને પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. અચાનક શરૂ થયેલા વરસાદને કારણે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે અનેક મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પાણી ભરાવાને લઈ મોટા વાહન ચાલકો ને ભારે હાલાકી
ADVERTISEMENT
મહિસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. જિલ્લા મુખ્ય મથક લુણાવાડામાં ગોધરા–શામળાજી મુખ્ય હાઇવે પર પૂજા હોસ્પિટલ નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને ખાસ કરીને ભારે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના દારકોલી દરવાજા તેમજ અસ્થાના હાટડીયા બજાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ સતત વરસતા વરસાદથી યુવાઓ રસ્તાઓ પર ઉતરી વરસાદની મજા માણતા જોવા મળ્યા, જ્યારે ગાજવીજ સાથે થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરી આવતીકાલે મહિસાગર જિલ્લાના તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ધોધમાર વરસાદ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી છે. ભારે વરસાદના કારણે ગાંધીબાગ રોડ સહિત અનેક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદી માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. નાગરિકોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.
ADVERTISEMENT
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ
ADVERTISEMENT
સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. માંડવી તાલુકાના કરવલી ગામમાં વરેહ નદીનું જળસ્તર વધતા નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. પાણીના પ્રવાહ વચ્ચે કેટલાક લોકો ફસાઈ જતા SDRF ગ્રુપ વાવની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમે 15થી વધુ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સમગ્ર બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક તડકેશ્વર પોલીસની ટીમ પણ SDRF સાથે હાજર રહી અને જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
નવા નીરથી ગિરમાળ ધોધ પૂરજોશમાં વહેવા લાગ્યો
ADVERTISEMENT
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા નવા નીરને કારણે પ્રસિદ્ધ ગિરમાળ ધોધ પૂરજોશમાં વહેવા લાગ્યો છે, જેના મનમોહક દૃશ્યો પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં પૂર આવતાં આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી ગયાં છે. જેના કારણે ડાંગર, વરાઈ અને નાગલી જેવા ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને સુબીર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી કીમ નદી ઉફાન પર, અનેક ગામોનો સંપર્ક ખોરવાયો
પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં ભયંકર પૂરની પરિસ્થિતિ
નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાવા પામી છે. નવસારી જિલ્લામાં 6 હજાર લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા હતા. કેબિનેટમંત્રી નરેશ પટેલે ડિઝાસ્ટર વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કરી અપીલ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.