બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / CM સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા, અનેક જિલ્લામાં કાલે રેડ એલર્ટ, એરફોર્સના હેલિકોપ્ટર રખાયાં સ્ટેન્ડ બાય

ગાંધીનગર / CM સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા, અનેક જિલ્લામાં કાલે રેડ એલર્ટ, એરફોર્સના હેલિકોપ્ટર રખાયાં સ્ટેન્ડ બાય

Published By: Vishal Khamar

Last Updated: 11:02 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. તેમજ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરી હતી.

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે પહોંચીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલી રાહત, બચાવ અને સ્થળાંતરની કામગીરી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવી અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી, નાગરિકોની સુરક્ષા અને જરૂરી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યના ૧૦ જિલ્લાઓમાં રેડ એલર્ટ

આવતીકાલે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં રેડ એલર્ટની સંભાવનાને પગલે મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા અને જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ રાખવા સૂચનાઓ આપી છે. જિલ્લા વહીવટીતંત્રને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ ટીમો સાથે સંકલન જાળવવા જણાવાયું છે.

બે-બે આર્મી કોલમ તૈનાત

વરસાદને કારણે ઊભી થતી આપત્તિજનક સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે અમદાવાદ, નવસારી અને સુરતમાં બે-બે આર્મી કોલમ તૈનાત રાખવામાં આવી છે. જરૂરિયાત ઊભી થાય તો આ ટીમો સ્થાનિક તંત્રને મદદરૂપ બનશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ધોધમાર વરસાદ, નવસારી, ડાંગ સહિત આ જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ

એરફોર્સના હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય

આ ઉપરાંત જામનગર, જોધપુર, વડોદરા અને પુણે ખાતે એરફોર્સના હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેથી જરૂરી સમયે બચાવ અને રાહત કામગીરીને વધુ વેગ આપી શકાય. રાજ્ય સરકાર દ્વારા વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat heavy rain alert Gujarat flood situation Bhupendra Patel rain review

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ