બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'તારક મહેતા'માં સ્પાઈડરમેનની ધમાકેદાર એન્ટ્રી, ચંપકલાલના ચરણસ્પર્શથી જીત્યા સૌના દિલ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:15 AM, 1 August 2026
1/5
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા 18 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ દરમિયાન અનેક સ્ટાર્સ આવ્યા અને ગયા પણ શો હંમેશા પીક પર જ રહ્યો. 18 વર્ષ પૂરા થવાના અવસરે ગોકુલધામ સોસાયટીનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને તેનો લુક સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યો છે. હવે આ શોમાં 18 વર્ષ પૂરા થવાથી સેલિબ્રેશન ચાલી રહ્યું છે.
2/5
આટલી મોટી સિદ્ધિને સેલિબ્રેટ કરવા માટે એક ખાસ મહેમાન પણ આવ્યા છે. જેમાં તમે જાણીને ચોકી જશો કે આ મહેમાન ન તો બોલિવુડમાંથી છે અને ન તો ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી. તારક મેહતાના 18 વર્ષના જશ્નને સેલિબ્રેટ કરવા સીધા હૉલિવુડથી સ્પાઇડરમેનની એન્ટ્રી થઈ છે. સ્પાઇડરમેનને શોમાં ટીઝ કરતાં પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું – જ્યારે તે જમીનથી આકાશમાં કૂદકો મારે છે, ત્યારે તેની કરતબ જોઈને સમય પણ થંભી જાય છે.
3/5
સ્પાઇડરમેને આવતાં જ ગોકુલધામ સોસાયટીના લોકોનું દિલ જીતી લીધું હતું. જેમાં સ્પાઇડરમેને જેઠાલાલના પિતા ચંપકલાલના પગ સ્પર્શ્યા હતા. જોકે જ્યારે સ્પાઇડરમેન ચંપકલાલના પગ સ્પર્શવા જાય છે ત્યારે તેઓ ડરી જાય છે. ત્યારે જેઠાલાલે સમજાવ્યું કે તે પગ સ્પર્શવા આવ્યો છે, ગભરાવાની કોઈ વાત નથી. ચંપકલાલે સ્પાઇડરમેનને આશીર્વાદ આપતાં કહ્યું – ખુશ રહો, લાંબા લાંબા કૂદકા મારતા રહો.
4/5
તારક મેહતામાં સ્પાઇડરમેનની એન્ટ્રી ફિલ્મ ‘સ્પાઇડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે’ની રિલીઝ દરમિયાન થઈ છે, જેનાથી તેની એન્ટ્રી વધુ રીલેવંટ બની છે. 18 વર્ષ પૂરા થતાં તારક મેહતામાં લાગે છે કે ઘણા મોટા ફેરફારો થવાના છે. સ્પાઇડરમેનની એન્ટ્રી અને ગોકુલધામ સોસાયટીનું કાયાકલ્પ આ બદલાવનો પહેલો તબક્કો છે. જેમાં ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ હવે શોમાં દયાબેનની એન્ટ્રી થઈ શકે છે.
5/5
છેલ્લા કેટલાય વર્ષોથી તેમની રાહ જોવાઈ રહી છે. આ સ્ટોરીને વધુ રસપ્રદ અને મજાની બનાવવા માટે દયાબેનની એન્ટ્રી પરફેક્ટ સાબિત થશે. મેકર્સ અનેક વાર કહી ચૂક્યા છે કે તેઓ દયાબેનને લઈને આવશે, પણ હજુ સુધી આ વાયદો પૂરો થયો નથી. જોઈએ કે શોના 19મા વર્ષમાં શું નવું થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ