બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી કીમ નદી ઉફાન પર, અનેક ગામોનો સંપર્ક ખોરવાયો
Last Updated: 10:20 PM, 31 July 2026
સુરત જિલ્લાના માંડવી અને અરેઠ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે માંડવી તાલુકાના ગોડસંબા ગામ ફરતે પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગોડસંબા ગામની 2 હજારની વસ્તી પાણીના ભરાવાની સમસ્યાથી ત્રસ્ત હતી. માંડવી તાલુકામાંથી પસાર થતા હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા હતા. તેમજ સ્ટેટ હાઈવે તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.
ADVERTISEMENT
સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા વરસાદને પગલે કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ નજીક નદીના પાણી હાઈ બેરલ બ્રિજ સુધી પહોંચી ગયા છે. જો પાણીનું સ્તર વધુ વધશે અને બ્રિજ ડૂબી જશે તો મોટા બોરસરા ગામનો આસપાસના ગામડાઓ સાથેનો સંપર્ક તૂટી શકે છે.
ADVERTISEMENT
અનેક ગામોના લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી
ભારે વરસાદ અને નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને લુવારા, સિમોદ્રા સહિતના અનેક ગામોના લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો
સુરતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. અહીં અંદાજે 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા નદી-નાળા છલકાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT
87 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા
જિલ્લામાં સતત વરસાદને કારણે વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે. સુરત જિલ્લામાં કુલ 87 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. માર્ગો પર પાણી ભરાવા અને નુકસાનને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતથી અમદાવાદ વંદે ભારત ટ્રેનમાં 'ધબકતું હૃદય' લવાયું, બંધ પેટીમાં યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયું
પ્રશાસન દ્વારા લોકોને નદી-નાળા અને જોખમી વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સજ્જ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.