બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સુરતમાં આર્મીનું આગમન, તમામ અધિકારીઓની રજા રદ, ભારે વરસાદને પહોંચી વળવા તંત્ર સજ્જ

ગુજરાતમાં વરસાદ / સુરતમાં આર્મીનું આગમન, તમામ અધિકારીઓની રજા રદ, ભારે વરસાદને પહોંચી વળવા તંત્ર સજ્જ

Published By: Hiralal Parmar

Last Updated: 05:03 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં આર્મી તહેનાત કરી દેવાઈ છે. આર્મીના જવાનો પૂરમાં ફસાયેલા લોકોને સમયસર મદદ પહોંચાડશે.

સુરતમાં ભારે વરસાદની આગાહીના પગલે આર્મીની ટીમ તૈનાત કરી દેવાઈ છે. આજે 70થી વધુ સેનાના જવાનોની ટીમ સુરત આવી પહોંચી હતી. નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે લિંબાયત વિસ્તારમાં ખાસ ટીમ તૈનાત કરી દેવાઈ છે.

AHMEDABAD-RAIN

રેસ્ક્યૂ વાહનો સાથે સેનાની ટીમ પહોંચી સુરત

70થી વધુ જવાનોની ટીમ સુરત આવી પહોંચી હતી જેમાં રેસ્કયૂ વાહનો પણ સામેલ છે.

વરસાદની-આગાહી.jpg

તમામ અધિકારીઓની રજા રદ

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે સુરત જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને તમામ અધિકારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.આ ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. આગામી 24 થી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની પ્રબળ સંભાવના છે.

આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ શરૂ (2)

આ પણ વાંચો : ગુજરાતમાં 'ઓપરેશન સરહદ' શરૂ, આતંકીઓના સંપર્કમાં આવેલા શંકાસ્પદ લોકો પર ATSની રાજ્યવ્યાપી નજર

ઉમરપાડા તાલુકામાં 10 ઈંચ વરસાદ નોંધાયો

સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો, જ્યાં 10 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat monsoon army deploymenet in surat surat rain

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ