બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:54 PM, 31 July 2026
1/5
બાળકો હોય, ટીનેજર્સ હોય કે વડીલો હેરી પૉટરના ફેન્સ તો દરેક ઉંમરમાં મળી આવે છે. 25 વર્ષ પહેલાં શરૂ થયેલી આ જાદુઈ કથાના આઠેય ભાગો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. આ આખી ફ્રેન્ચાઇઝીએ કુલ 581 અબજથી વધુની કમાણી કરી છે. આ પુસ્તકોની લેખિકા જે.કે. રાઉલિંગ છે, જ્યારે પહેલી ફિલ્મ ‘હેરી પૉટર એન્ડ ધ ફિલૉસફર્સ સ્ટોન’ને વર્ષ 2026 માં 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ વર્ષને ખાસ બનાવવા માટે આ ફિલ્મને ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
2/5
3/5
આઠ ભાગોમાં બનેલી આ સિરીઝના આજે પણ ડાયહાર્ડ ફેન્સ છે. પહેલો ભાગ ‘હેરી પૉટર એન્ડ ધ ફિલૉસફર્સ સ્ટોન 2001માં આવ્યો હતો, જેમાં અનાથ છોકરા હેરીની સ્ટોરી શરૂ થાય છે અને હર્માયની ગ્રેન્જર તથા રોન વીઝ્લી સાથે તેની મુલાકાત થાય છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 317.58 મિલિયન ડોલરની કમાણી કરી હતી. બીજો ભાગ ‘હેરી પૉટર એન્ડ ધ ચેમ્બર ઑફ સિક્રેટ્સ’ 261.99 મિલિયન ડોલર, ત્રીજો ‘હેરી પૉટર એન્ડ ધ પ્રિઝનર ઑફ અઝકાબાન’ 249.36 મિલિયન ડોલર,
4/5
ચોથો ‘હેરી પૉટર એન્ડ ધ ગોબ્લેટ ઑફ ફાયર’ 290.01 મિલિયન ડોલર, પાંચમો ‘હેરી પૉટર એન્ડ ધ ઑર્ડર ઑફ ધ ફોનિક્સ’ 292.00 મિલિયન ડોલર, છઠ્ઠો ‘હેરી પૉટર એન્ડ ધ હાફ-બ્લડ પ્રિન્સ’ 301.96 મિલિયન ડોલર, સાતમો ‘હેરી પૉટર એન્ડ ધ ડેથલી હૅલોઝ – પાર્ટ 1’ 295.98 મિલિયન ડોલર અને આઠમો ‘હેરી પૉટર એન્ડ ધ ડેથલી હૅલોઝ – પાર્ટ 2’ 381.01 મિલિયન ડોલરની કમાણી કરી હતી. આમ આખી સિરીઝે કુલ 581 અબજથી વધુની કમાણી હાંસલ કરી છે.
5/5
પુસ્તક પર આધારિત આ ફિલ્મોની સ્ટોરી હેરી પૉટર (ડેનિયલ રેડક્લિફ), હર્માયની ગ્રેન્જર (એમ્મા વોટસન) અને રોન વીઝ્લી (રૂપર્ટ ગ્રિન્ટ)ની છે. તેઓ હોગવર્ટ્સ નામની જાદુઈ સ્કૂલમાં મળે છે અને ત્યાંથી તેમની શાનદાર જાદુઈ યાત્રા શરૂ થાય છે. આ તમામ ભાગો હાલમાં અમેઝોન પ્રાઈમ વીડિયો પર ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ