બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:33 AM, 31 July 2026
1/5
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચંદ્રમાના વિશેષ નક્ષત્રોમાંથી પસાર થાય છે ત્યારે પંચકનો યોગ રચાય છે. ચોર પંચક દરમિયાન નવો વ્યવસાય, રોકાણ કરવાનું, મુસાફરી કરવાનું કે શુભ પ્રસંગો કે વિધિઓ કરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, આર્થિક વ્યવહારોમાં પણ સાવચેતી રાખવી જોઈએ.
2/5
સનાતન ધર્મમાં, પંચકને અત્યંત સંવેદનશીલ અને સાવચેતી રાખવાની જરૂરિયાતવાળો સમયગાળો માનવામાં આવે છે. તેને પાંચ દિવસનો અશુભ સમયગાળો ગણવામાં આવે છે, જે દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ તેવી માન્યતા છે. 'દ્રિક પંચાંગ' અનુસાર, પંચકનો પ્રારંભ આજે સવારે 6.38 વાગ્યે થયો છે. આજે શુક્રવાર હોવાથી આ ચોક્કસ સમયગાળાને 'ચોર પંચક' તરીકે ઓળખવામાં આવે છે. પંચકનો આ તબક્કો 4 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
3/5
જ્યોતિષશાસ્ત્ર અનુસાર,'પંચક' તરીકે ઓળખાતો અશુભ સમયગાળો ચંદ્રના ગોચર સાથે સંકળાયેલો છે. માનવામાં આવે છે કે જ્યારે ચંદ્ર પાંચ ચોક્કસ નક્ષત્રો - ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી માંથી પસાર થાય છે ત્યારે પંચકનો સમયગાળો શરૂ થાય છે. આ પાંચ નક્ષત્રો કુંભ અને મીન રાશિ હેઠળ આવે છે. 'ચોર પંચક'ને વિશેષ રૂપે જોખમી માનવામાં આવે છે.
4/5
જ્યોતિષીય માન્યતા અનુસાર, 'ચોર પંચક' દરમિયાન ચોરી, આર્થિક નુકસાન અને વ્યવસાયમાં અવરોધો આવવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. તેથી, આ સમયગાળા દરમિયાન ઘર, દુકાન અને વ્યવસાયને લગતી બાબતોમાં વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ચોર પંચક દરમિયાન ઉતાવળમાં આર્થિક વ્યવહારો કરવાનું ટાળવું જોઈએ અને વેપારીઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ મોટી ડિલ અંગેના નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને જ લે.
5/5
(1) 'ચોર પંચક' દરમિયાન નવો વ્યવસાય કે સાહસ શરૂ ન કરો. આ સમયે નવો વ્યવસાય શરૂ કરવાથી નફાને બદલે નુકસાન થઈ શકે છે. (2) સ્થાવર મિલકત ખરીદવાનું કે શેરબજારમાં નાણાંનું રોકાણ કરવાનું ટાળો. આ સમયગાળા દરમિયાન કરેલા રોકાણથી આર્થિક નુકસાન થઈ શકે છે. (3) 'ચોર પંચક' દરમિયાન દક્ષિણ દિશામાં મુસાફરી ન કરો. આ દિશામાં મુસાફરી કરવાથી મુશ્કેલીઓ આવી શકે છે. (4) પંચક કાળ દરમિયાન ભૂલથી પણ લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન સંસ્કાર કે અન્ય કોઈ શુભ કાર્યો ન કરવા. (5) 'ચોર પંચક' દરમિયાન લોખંડની વસ્તુઓ કે કપડાં ખરીદવાનું ટાળવું. (6) જ્વલનશીલ પદાર્થોની ખરીદી કે સંગ્રહ કરવાનું ટાળવું.પંચક કાળ દરમિયાન નાણાકીય વ્યવહારો કરવા નહીં.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ