બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / નવસારીમાં વરસાદી આફત! 15 મિનિટના વરસાદે શહેર જળમગ્ન, ગણદેવામાં વીજ કરંટથી 3 શ્રમિકોના મોત

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / નવસારીમાં વરસાદી આફત! 15 મિનિટના વરસાદે શહેર જળમગ્ન, ગણદેવામાં વીજ કરંટથી 3 શ્રમિકોના મોત

Last Updated: 12:19 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પર ફરી એકવાર ગંભીર અસર જોવા મળી રહી છે. શહેરમાં માત્ર 15 મિનિટના વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા જ્યારે ગણદેવા તાલુકામાં વીજ કરંટ લાગતા ત્રણ શ્રમિકોના મોતની દુઃખદ ઘટના બની છે.

1/6

photoStories-logo

1. નવસારીમાં વરસાદી આફત!

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. બીજી તરફ શહેરમાં વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર અને દૈનિક જીવન પર પણ મોટી અસર પડી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઓરેન્જ એલર્ટ વચ્ચે જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક

નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર થતાં કલેક્ટરે તમામ વિભાગોને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ગત પૂર દરમિયાન જિલ્લામાં 38 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. તે અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે અગાઉથી જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જેથી કોઈ જાનહાનિ ન થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પૂરગ્રસ્તોને કરોડોની સહાય, નુકસાનના સર્વેની કામગીરી તેજ

જિલ્લા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં પૂરગ્રસ્તોને 6.77 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત 30 હજારથી વધુ લોકોને ઘરવખરીના નુકસાન બદલ 10 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. ખેતી અને પશુપાલનમાં થયેલા નુકસાન માટે પણ ટૂંક સમયમાં સહાય ચૂકવવાની તૈયારી કરવામાં આવી રહી છે. કાચા અને પાકા મકાનના નુકસાનનો સર્વે પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 15 મિનિટના વરસાદે શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ

નવસારી શહેરમાં માત્ર 15 મિનિટના વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કુંભારવાડાથી ડેપો તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી. અનેક નીચાણવાળા વિસ્તારોની દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા. શહેરનો ધમધમતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં લોકોના રોજિંદા જીવન પર સીધી અસર જોવા મળી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગણદેવામાં વીજ કરંટથી ત્રણ શ્રમિકોના મોત

ગણદેવા ગામ નજીક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ઉપરથી પસાર થતા વીજ તારને અડી ગયો હતો. કરંટ લાગતાં ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે ઘાયલ શ્રમિકોને સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક ગંભીર ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ગણદેવી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. કેન્દ્રીય મંત્રી સહિત અનેક આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચવા રવાના થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શહેરમાં પાણી ભરાતા ટ્રાફિક પ્રભાવિત, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

જુનાથાણા વિસ્તાર સહિત અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો. નવસારી શહેરને નેશનલ હાઈવે-48 સાથે જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનવ્યવહાર નિયંત્રિત કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્રે અગાઉથી જ લોકોને એલર્ટ કર્યા હતા અને આગામી 48 કલાક દરમિયાન જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Navsari Rain Heavy Rain Gujarat Orange Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ