બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં મેઘરાજાનો મેગા એટેક! નદીઓ બે કાંઠે, ખેતરો પાણીમાં ગરકાવ, તંત્ર હાઈ એલર્ટ પર

photo-story

12 ફોટો ગેલેરી

મેઘતાંડવ / ગુજરાતમાં મેઘરાજાનો મેગા એટેક! નદીઓ બે કાંઠે, ખેતરો પાણીમાં ગરકાવ, તંત્ર હાઈ એલર્ટ પર

Last Updated: 12:38 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યના 23 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થતાં તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

1/12

photoStories-logo

1. ભારે વરસાદને લઈને સ્થિતિ ગંભીર

રાજ્યમાં ભારે વરસાદને લઈને સ્થિતિ ગંભીર બની છે. સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને ઓલપાડ, ઉમરપાડા, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. રેડ એલર્ટને પગલે ફાયર વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ

અમદાવાદમાં પણ રેડ એલર્ટને પગલે ફાયર વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયો છે. તમામ કર્મચારીઓને પોતાના ફાયર સ્ટેશન પર હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. બોડકદેવ ફાયર સ્ટેશન ખાતે ખાસ બે બોટ ડિપ્લોય કરવામાં આવી છે જ્યારે શહેરના તમામ ફાયર સ્ટેશનો પર બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સિંધુભવન રોડ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તમામ સાધન-સામગ્રીની ચકાસણી કરવામાં આવી છે. જો નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાશે તો બોટ મારફતે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. ભાટસણ ગામમાં ભારે વરસાદ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસણ ગામમાં ભારે વરસાદ ખેડૂતો માટે આકાશી આફત બનીને વરસ્યો છે. ગામના લગભગ તમામ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભાટસણ ગામની આશરે 80 ટકા જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે. ખેડૂતો દ્વારા વાવેલા ચોમાસાના પાકને ભારે નુકસાન થયું છે. કપાસ, અડદ અને તુવેર સહિતના પાક સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ

પંચમહાલ જિલ્લામાં પણ વરસાદનું જોરદાર આગમન થયું છે. શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસતા ડુંગરના પગથિયાં પરથી પાણી ધસમસતું વહેતું જોવા મળ્યું હતું. શહેરના રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. પેટલાદમાં ભારે વરસાદ

આણંદ જિલ્લાના પેટલાદમાં ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કોલેજ રોડ, સાંઈનાથ ચોકડી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો

નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. કરજણ ડેમમાં 43 હજાર 789 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમના ચાર દરવાજા બે મીટર સુધી ખોલીને 34 હજાર 743 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. અતિભારે વરસાદની આગાહી

વડોદરા શહેરમાં સાંજે પાંચથી છ વાગ્યાની વચ્ચે અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર સજ્જ બન્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ સિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર પહોંચ્યા હતા અને પાલિકાના તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહીને કામગીરી કરવાની સૂચના આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. બીજી સૌથી મોટી હેરણ નદીમાં ઘોડાપૂર

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રબર ડેમ છલકાઈ ગયો છે અને તેના પરથી પાણી ધસમસતું વહેતા દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે. તંત્રએ લોકોને નદીની નજીક ન જવા અને સાવચેત રહેવાની અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ

આણંદ જિલ્લાના ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોચીવાડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ નદી સમાન બની ગયા હતા. પાણીના જોરદાર પ્રવાહમાં એક્ટિવા તણાઈ જવાની ઘટના પણ સામે આવી છે જ્યારે અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન થયું છે. પૂર જેવી સ્થિતિ સર્જાતા કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. તાપી જિલ્લામાં પણ તેની અસર

મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. ઉપરવાસનું પાણી આવતા ઉચ્છલમાંથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉચ્છલના ફૂલઉમરાણ ગામ નજીક કરોડ, મોહિન અને ટાવલી માર્ગ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. અતિભારે વરસાદની આગાહી

સુરતમાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચ્યા હતા. તેઓ કલેક્ટર સાથે બેઠક કરીને સુરત સહિત સમગ્ર જિલ્લાના રેડ એલર્ટની સ્થિતિની સમીક્ષા કરશે તેમજ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. 23 જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યભરમાં હાલ વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને 23 જિલ્લામાં રેડ એલર્ટ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRF અને SDRFની ટીમોને સંભવિત રેસ્ક્યૂ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની સૂચના બાદ તમામ જિલ્લાઓમાં જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સમગ્ર રાજ્યની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે સતત સંપર્ક રાખીને જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Red Alert Gujarat Rain Surat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ