બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો! સુરતમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ વધુ એક ગુનો નોંધાયો
Last Updated: 10:45 AM, 31 July 2026
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક ગંભીર ગુનો નોંધાતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલા ભાડાના ફ્લેટને પચાવી પાડવાના આક્ષેપને લઈને કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશનમાં કડક લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ સુરત પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

ફરિયાદ મુજબ કીર્તિ પટેલે વર્ષ 2019થી સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલા 'કુશલ દર્શન વાટીકા' ખાતે માસિક રૂ. 9,500ના ભાડે ફ્લેટ રાખ્યો હતો. જોકે મકાનમાલિકના જણાવ્યા પ્રમાણે ભાડાકરારની પ્રક્રિયા દરમિયાન કીર્તિ પટેલે ક્યારેય પોતાનું આધારકાર્ડ જમા કરાવ્યું નહોતું. ત્યારબાદ લાંબા સમય સુધી ફ્લેટમાં રહેવા છતાં જરૂરી દસ્તાવેજો પણ પૂર્ણ કરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે ફ્લેટનું ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, મકાનમાલિક દ્વારા ફ્લેટ ખાલી કરવા માટે વારંવાર કહેવામાં આવ્યું હોવા છતાં તેમણે ફ્લેટ ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. મકાનમાલિકના જણાવ્યા મુજબ કીર્તિ પટેલે "લાઈટબિલ હું ભરું છું, મકાન ખાલી નહીં કરું" કહીને ફ્લેટ પર પોતાનો હક હોવાનો દાવો કર્યો હતો.
ADVERTISEMENT
મકાનમાલિકે ફરિયાદમાં એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે જ્યારે ફ્લેટ ખાલી કરાવવા માટે વાત કરવામાં આવી ત્યારે કીર્તિ પટેલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીઓના કારણે મકાનમાલિક ભયભીત બની ગયા હતા અને આખરે કાયદાની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો.
ADVERTISEMENT
ગભરાયેલા મકાનમાલિક મંજુલાબેન પટેલે આખરે સુરત પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : વિવાદિત ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ! સુરેન્દ્રનગરમાંથી વહેલી સવારે પોલીસે ઝડપી
કેસની ગંભીરતા જોતા સુરત પોલીસે સમગ્ર તપાસ એસીપી કક્ષાના અધિકારી પી.કે. પટેલને સોંપી છે. હવે પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની તપાસ કરશે અને જરૂરી પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. આ કેસ બાદ ફરી એકવાર કીર્તિ પટેલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.