બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / મોટા પડદા પર ધમાલ મચાવશે ગુડ્ડૂ પંડિત અને કાલીન ભૈયા, મિર્જાપુર ફિલ્મને લઈ મોટી અપડેટ, આ તારીખે રિલીઝ થશે ટ્રેલર
5 ફોટો ગેલેરી
Last Updated: 05:20 PM, 31 July 2026
1/5
'મિર્ઝાપુર' નો પહેલો સીઝન વર્ષ 2018 માં આવ્યો હતો, ત્યારથી આ શોને દર્શકો દ્વારા અદભૂત પ્રેમ મળ્યો છે. સીઝન 4 ની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે વચ્ચે મેકર્સે 'મિર્ઝાપુર: ધ મૂવી' નું ધમાકેદાર ટીઝર રિલીઝ કરીને ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી છે. પંકજ ત્રિપાઠી (કાલીન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ પંડિત) અને દિવ્યેન્દુ શર્મા (મુન્ના ભૈયા) ફરી એકવાર ફેવરિટ કિરદારોમાં જોવા મળશે.
2/5
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, 11 ઓગસ્ટે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. ત્યારબાદ ટીમ મોટા પાયે પ્રમોશન શરૂ કરશે. મેકર્સ 7 થી 8 શહેરોમાં એક ખાસ 'મલ્ટી-સિટી ટ્રેલર લોન્ચ રોડ ટ્રીપ' નું આયોજન કરી રહ્યા છે. આ દરમિયાન લીડ સ્ટારકાસ્ટ દેશના વિવિધ શહેરોમાં જઈને ફેન્સને રૂબરૂ મળશે અને થિયેટર રિલીઝ પહેલાં ફિલ્મનો ભૌકાલ સીધો પ્રેક્ષકો સુધી પહોંચાડશે.
3/5
મુખ્ય કલાકારો ઉપરાંત આ ફિલ્મને વધુ રોમાંચક બનાવવા માટે મોટી સ્ટારકાસ્ટ જોડવામાં આવી છે. અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, મોહિત મલિક, શીબા ચડ્ડા, રાજેશ તૈલંગ, પ્રમોદ પાઠક, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા શેખર ગૌડ, શ્વેતા ત્રિપાઠી અને સોનલ એસ. ચૌહાણ પણ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.
4/5
'મિર્ઝાપુર: ધ મૂવી' ને એમેઝોન MGM સ્ટુડિયોઝ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રેઝન્ટ કરી રહ્યા છે. જેમાં નિર્દેશન: ગુરમીત સિંહ, લેખન: પુનીત કૃષ્ણા, નિર્માતા: રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ), કો-પ્રોડ્યુસર: કાસિમ જગમાગિયા અને વિશાલ રામચંદી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ