બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:48 PM, 31 July 2026
1/6
ટ્રેનમાં ટિકિટ બુક કરાવતા સમયે ઘણી વખત 3AC અને 3AC ઇકોનોમી એમ બે વિકલ્પ જોવા મળે છે. બંનેમાં એસી હોય છે, બેડરોલ મળે છે અને કોચ પણ લગભગ સરખા જ દેખાય છે. ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે જ્યારે સુવિધાઓ લગભગ એકસરખી છે તો 3AC ઇકોનોમીનું ભાડું ઓછું કેમ હોય છે? હકીકતમાં, બંને કોચ દેખાવમાં ભલે એકસરખા લાગે, પરંતુ તેમાં મુસાફરોને મળતી જગ્યા અને આરામમાં મોટો ફરક હોય છે.
2/6
3/6
4/6
3AC ઇકોનોમીમાં બે બર્થ વચ્ચેની જગ્યા પણ ઓછી રાખવામાં આવે છે. સામસામે બેઠેલા મુસાફરોના પગ અથડાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે. જ્યાં સામાન્ય 3AC કોચમાં 72 બર્થ હોય છે, ત્યાં 3AC ઇકોનોમીમાં 83 બર્થ રાખવામાં આવ્યા છે. એટલે કે વધુ મુસાફરોને સમાવી શકાય તે માટે ઉપલબ્ધ જગ્યાનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવ્યો છે.
5/6
માત્ર બર્થ જ નહીં, પરંતુ 3AC ઇકોનોમીમાં વૉશરૂમ અને વોશ બેસિનનું કદ પણ સામાન્ય 3ACની સરખામણીએ નાનું હોય છે. વધુ બર્થ ગોઠવવા માટે કોચની અંદરની જગ્યા અલગ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. એટલે જ ભાડું ઓછું હોય છે 3AC ઇકોનોમીમાં મુસાફરોને એસી, બેડરોલ અને અન્ય મૂળભૂત સુવિધાઓ તો મળે છે, પરંતુ બેઠવાની અને સૂવાની જગ્યા ઓછી હોવાથી આરામનું સ્તર સામાન્ય 3AC કરતાં થોડું ઓછું રહે છે. એટલા માટે જ 3AC ઇકોનોમીનું ભાડું સામાન્ય 3AC કરતાં ઓછું રાખવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ