બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / પાકિસ્તાનમાં પણ 'રામાયણ'નો જાદુ, ટ્રેલરે જીત્યા દિલ, રામ-રાવણ-સીતાના લુકના થયા વખાણ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:36 PM, 31 July 2026
1/5
દિવાળીના શુભ અવસરે વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહેલી રણબીર કપૂરની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayana) ની ચર્ચા હવે ભારતની સરહદો ઓળંગીને પાકિસ્તાન સુધી પહોંચી ગઈ છે. ભગવાન રામની કથા પર આધારિત આ ફિલ્મના ટ્રેલરે પાકિસ્તાની પ્રેક્ષકો અને યુટ્યુબર્સને પણ ઘેલા કર્યા છે.
2/5
પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટરે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે, "એક પાકિસ્તાની દર્શક તરીકે હું કહીશ કે રામાયણમ્ નું ટ્રેલર અદ્ભુત છે. બોલિવૂડ પાસે આટલું બજેટ ક્યાંથી આવી રહ્યું છે? VFX ખૂબ જ મોંઘા છે અને તેના માટે હોલીવુડના નિષ્ણાતોને બોલાવાયા છે. એક પાકિસ્તાની હોવા છતાં હું આ ટ્રેલર જોઈને ઉત્સાહિત થઈ ગયો છું. તેમણે રણબીર કપૂર અને યશની એન્ટ્રી સીનની પ્રશંસા કરી હતી. (જોકે તેમણે ફિલ્મનું બજેટ ₹1000 કરોડ ગણાવ્યું હતું, પરંતુ યુઝર્સે કોમેન્ટ્સમાં સુધારો કરીને જણાવ્યું હતું કે રિપોર્ટેડ બજેટ ₹4000 કરોડ છે).
3/5
અન્ય પાકિસ્તાની યુટ્યુબરે વિઝ્યુઅલ્સ, એનિમેશન, CGI અને સ્ટંટ્સના વખાણ કરતાં કહ્યું હતું કે, રાવણ તરીકે યશ અદ્ભુત લાગી રહ્યો છે. શું કમાલનું ટ્રેલર બનાવ્યું છે. આ ચેનલે જણાવ્યું કે, રાવણ અને રણબીર કપૂરની એન્ટ્રી શાનદાર હતી, જ્યારે સીતા તરીકે સાઈ પલ્લવીની એન્ટ્રી દિવ્ય હતી.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ