બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત જિલ્લામાં રેડ એલર્ટ: ભારે વરસાદની આશંકા વચ્ચે તાલુકાવાર ક્લાસ-1 અધિકારીઓની નિમણૂક, રાહત-બચાવ માટે તંત્ર સજ્જ
Last Updated: 08:31 PM, 31 July 2026
સુરત: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી અને જિલ્લામાં જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. સંભવિત આપત્તિની સ્થિતિમાં જાનમાલનું નુકસાન ટાળવા અને રાહત-બચાવ કામગીરી ઝડપી અને અસરકારક રીતે હાથ ધરી શકાય તે માટે જિલ્લા કલેક્ટરે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ ગ્રામ્ય વિસ્તારના વિવિધ તાલુકાઓમાં ક્લાસ-1 કક્ષાના અધિકારીઓની વિશેષ નિમણૂક કરી છે.
ADVERTISEMENT
જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ નિયુક્ત અધિકારીઓ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરત સાથે સતત સંકલનમાં રહીને પોતાના ફાળવાયેલા તાલુકાઓમાં પૂર્વતૈયારી, તકેદારી, રાહત અને બચાવ કામગીરીનું સીધું નિરીક્ષણ કરશે. જરૂરિયાત મુજબ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને તાત્કાલિક નિર્ણયો પણ લેવામાં આવશે.
તાલુકાવાર નિમાયેલા અધિકારીઓમાં ચોર્યાસી માટે નાયબ કલેક્ટર (સુડા) તૃપ્તિ પટેલ, ઓલપાડ માટે પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, બારડોલી માટે પ્રાંત અધિકારી જે. એન. પરમાર, મહુવા માટે સ્પીપા સુરતના નાયબ કલેક્ટર કૃતિકા એ. વસાવા અને અંબિકા માટે જિલ્લા આયોજન અધિકારી શીતલ માંડવિયાની નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- આવતીકાલે પણ બંધ રહેશે અમદાવાદની સ્કૂલો, વિદ્યાર્થીઓને ડબલ રજાનો લાભ, જાણો સોમવારની સ્થિતિ?
આ ઉપરાંત કામરેજ માટે પ્રાંત અધિકારી વી. કે. પીપળીયા, પલસાણા માટે નાયબ કલેક્ટર પલક ત્રિવેદી, માંડવી માટે માંગરોળના પ્રાંત અધિકારી કૌશિક જાદવ, અરેઠ માટે નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) અંકિત પી. ગોહિલ, માંગરોળ માટે જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ગજેન્દ્ર એ. પટેલ અને ઉમરપાડા માટે જિલ્લા સહકારી મંડળીના નાયબ રજિસ્ટ્રાર હરેશ કાછડને જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે કાર્યરત હોવાનું જણાવાયું છે.
જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને જરૂરિયાત સમયે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરત (0261-2663200) અથવા સ્થાનિક મામલતદાર અને પ્રાંત કચેરીનો સંપર્ક કરવા અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.