બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોરદાર પ્રભાવ, અંબિકા તાલુકામાં સૌથી વધુ 11.46 ઈંચ વરસાદ નોંધાયો
Last Updated: 07:38 PM, 31 July 2026
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં સૌથી વધુ 11.46 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં 11.02 ઈંચ અને સુરત જિલ્લાના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
સુરત જિલ્લાના માંગરોળમાં 9.88 ઈંચ, નવસારી જિલ્લાના વાંસદામાં 9.84 ઈંચ, ખેડામાં 9.53 ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણમાં 9.37 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગના સુબીરમાં પણ 8.50 ઈંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
અન્ય મહત્વના વિસ્તારોમાં નડિયાદમાં 7.91 ઈંચ, ધરમપુરમાં 7.80 ઈંચ, અરેઠમાં 7.72 ઈંચ, પલસાણા અને નવસારીમાં અનુક્રમે 7.52 અને 7.44 ઈંચ વરસાદ નોંધાયો છે. બારડોલી અને બોરસદમાં 7.24 ઈંચ, જ્યારે પેટલાદમાં 6.77 ઈંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
વરસાદના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક તાલુકાઓમાં જળસ્તરમાં વધારો થયો છે. નર્મદા, તાપી, સુરત, નવસારી, ભરૂચ અને વલસાડ જિલ્લાના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આગાહી મુજબ આગામી સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારે વરસાદની આગાહી વચ્ચે વાહનચાલકોને મળી વિશેષ સુવિધા, સમગ્ર દેશ માટે એક હેલ્પલાઈન નંબર થયો જાહેર
રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સરખામણીએ ઓછું રહ્યું છે, જેમાં અમદાવાદ શહેરમાં 0.98 ઈંચ, વડોદરામાં 1.97 ઈંચ અને સુરત શહેરમાં 4.57 ઈંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.