બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / આવતીકાલે પણ બંધ રહેશે અમદાવાદની સ્કૂલો, વિદ્યાર્થીઓને ડબલ રજાનો લાભ, જાણો સોમવારની સ્થિતિ?
Last Updated: 08:23 PM, 31 July 2026
અમદાવાદ શહેરમાં આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનું એલાન કરાયું છે.
ADVERTISEMENT
1 ઓગસ્ટે બધી સ્કૂલોમાં રજા જાહેર
વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર 01 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સ્વનિર્ભર (ખાનગી) પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, અધ્યાપન મંદિરો તેમજ કોલેજોમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓને મળશે ડબલ રજાનો લાભ
ADVERTISEMENT
શનિવારે રજા જાહેર થયેલી હોવાથી રવિવારે પણ રજા છે એટલે વિદ્યાર્થીઓને ડબલ રજા મળશે. સોમવારે શાળાઓ ચાલુ રહેશે કે બંધ તેનો નિર્ણય વરસાદની આગાહીને પગલે લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.