બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વરસાદનો આજે 'વાઘ આવ્યો રે વાઘ', હજી કાલે પણ રેડ એલર્ટ

photo-story

5 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / અમદાવાદમાં વરસાદનો આજે 'વાઘ આવ્યો રે વાઘ', હજી કાલે પણ રેડ એલર્ટ

Last Updated: 09:11 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદમાં 31 જુલાઈએ ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી હતી, જો કે આગાહી મુજબ વરસાદ પડ્યો નહોતો, પરંતુ અમદાવાદીઓ માટે હજુ રાહતના સમાચાર નથી, આજે તો વરસાદે 'વાઘ આવ્યો રે વાઘ' જેવી સ્થિતિ સર્જી હતી, હવે કાલે 1 ઓગસ્ટ 2026 માટે પણ અમદાવાદમાં રેડ એલર્ટ છે.

1/5

photoStories-logo

1. ફરી શરૂ થયો ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં ફરી સાંજના સુમારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. જેમાં શાહીબાગ, નરોડા, હંસપુરા, કુબેરનગર, ઠક્કર નગર, જશોદાનગર, રામોલ, હાથીજણ, અસલાલી, ઈસનપુર, વટવા, પાલડી, નહેરૂનગર, વાસણા, વાડજ, નારણપુરા, બોડકદેવ, પ્રહલાદનગર, અને આનંદ નગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે રારહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બાવળામાં વીજળીના કડાકા-ભડાકા સાથે પડ્યો વરસાદ

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. બપોર બાદ બાવળા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે આગામી કલાકોમાં પણ જિલ્લામાં વધુ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. S.G.હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનો અટવાયા

અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને એસ.જી. હાઈવે પર વરસાદી પાણી ભરાતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા હતા, જ્યારે અનેક લક્ઝરી કાર પણ પાણીમાં બંધ પડી હતી. ટ્રાફિક પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી બંધ પડેલા વાહનોને બહાર કાઢી માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પાણી ભરાવાના કારણે એસ.જી. હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ બોપલ-શેલા રોડ તેમજ થલતેજ વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી હતી અને લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભારે વરસાદમાં બગીચામાં પાણી પાણી

23 જુલાઈના ભારે વરસાદમાં અમદાવાદના બગીચાઓ અને લેક પાણી પાણી થયા હતા તેમ છતાં પણ લોકો બગીચામાં બેઠેલા જોવા મળ્યાં હતા એટલે આ વખતે મનપાએ વેળાસર વાડ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અંબિકા તાલુકામાં સૌથી વધુ 11.46 ઈંચ વરસાદ

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં સૌથી વધુ 11.46 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં 11.02 ઈંચ અને સુરત જિલ્લાના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy rain in Ahmedabad Ahmedabad rain Ahmedabad weather update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ