બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'શોની સફળતામાં મહિલાઓનો પણ બરાબરનો ફાળો', તારક મહેતાના 18 વર્ષ પૂર્ણ થવા પર મુનમૂન દત્તાનું મોટું નિવેદન

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'શોની સફળતામાં મહિલાઓનો પણ બરાબરનો ફાળો', તારક મહેતાના 18 વર્ષ પૂર્ણ થવા પર મુનમૂન દત્તાનું મોટું નિવેદન

Last Updated: 12:03 AM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) માં બબીતા જીનું પાત્ર ભજવીને જાણીતા બનેલા અભિનેત્રી મુનમૂન દત્તાએ મહિલા કલાકારોના યોગદાન અને સમાન સન્માનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

1/5

photoStories-logo

1. 'શોની સફળતામાં મહિલાઓનો પણ બરાબરનો ફાળો', તારક મહેતાના 18 વર્ષ પૂર્ણ થવા પર મુનમૂન દત્તાનું મોટું નિવેદન

ભારતીય ટેલિવિઝન ઇતિહાસના સૌથી લાંબા સમયથી ચાલતા લોકપ્રિય સિટકૉમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં બબીતા જીની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતા થયેલા અભિનેત્રી મુનમૂન દત્તાએ શોમાં મહિલા કલાકારોના યોગદાન અને ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના 18 વર્ષ પૂર્ણ

ગત 28 જુલાઈ 2026 ના રોજ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોએ પોતાના સફરના 18 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુનમૂન દત્તાએ શોની તમામ મહિલા કલાકારોની કમિટમેન્ટ, પ્રોફેશનલિઝમ અને ટેલેન્ટની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આટલા લાંબા સમયથી ચાલી રહેલા શોની સફળતામાં મહિલા કલાકારોનું યોગદાન ઘણું મોટું છે અને તેમને વધુ ઓળખ તથા સન્માન મળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પોતાને ગણાવ્યા મજબૂત ફેમિનિસ્ટ

પોતાના વિચારો રજૂ કરતા મુનમૂને કહ્યું હતું કે, હું મહિલાઓનું સમર્થન કરનારી અને જૂના વિચારો ધરાવતી વ્યક્તિ છું. હું એક મજબૂત ફેમિનિસ્ટ (નારીવાદી) છું. મારું માનવું છે કે જો આગળ વધવું હોય તો સૌએ સાથે મળીને વધવું પડશે. મને અહીં કોઈ પણ મહિલા કલાકારથી ક્યારેય અસુરક્ષા અનુભવાઈ નથી. તેમણે શોના જૂના અને નવા તમામ કલાકારોની પ્રશંસા કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 'મહિલાઓના યોગદાનને ઓછું આંકવામાં આવે છે'

ગોકુલધામ સોસાયટીની મહિલા પાત્રો ભજવતી પોતાની સહ-અભિનેત્રીઓ સાથેના અનુભવને અદ્ભુત ગણાવતા મુનમૂન દત્તાએ ઉમેર્યું હતું કે, ઘણીવાર શો અને પોતાના પાત્રોમાં ઘણું બધું ખાસ ઉમેરવા છતાં મહિલા કલાકારોને તે શ્રેય અથવા ઓળખ નથી મળતી જેની તેઓ હકદાર છે. કેટલીક જગ્યાઓએ મહિલાઓને ઓછી મહત્વતા આપવામાં આવે છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું એમ નથી કહેતી કે આ શોમાં આવું થાય છે, પરંતુ કેટલીક જગ્યાએ એવું જોવા મળે છે. અમે મહિલાઓ શો અને અમારા પાત્રોમાં ઘણું બધું ઉમેરીએ છીએ. આ શોમાં પણ મહિલાઓનું એટલું જ મહત્વ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વ્યવસાયિકતા અને પરસ્પર તાલમેલ

મુનમૂને આગળ જણાવ્યું કે, કલાકારો વચ્ચેની પ્રોફેશનલિઝમ અને પરસ્પર સમજના કારણે જ આ શો લગભગ બે દાયકાથી દર્શકોનો પ્રિય બની રહ્યો છે. તમામ કલાકારો દરરોજ સેટ પર આવીને ઈમાનદારીથી પોતાનું શ્રેષ્ઠ કામ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MunmunDutta TMKOC TaarakMehtaKaOoltahChashmah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ