બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મોટી ટ્રેજેડી : કાર સાથે પત્ની-બે દીકરીઓ પૂરમાં તણાઈ ગઈ, પતિએ ઝાડ સાથે લટકીને જીવ બચાવ્યો
Last Updated: 11:03 PM, 31 July 2026
હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં વરસાદી આફતની એક મોટી દુર્ઘટના સામે આવી છે. યવતમાળ જિલ્લામાં શુક્રવારે એક મહિલા અને તેની બે પુત્રીઓના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. હકીકતમાં પતિ-પત્ની અને તેમની બે પુત્રીઓ સાથે પરિવાર કાર લઈને બહાર જતો હતો પરંતુ ભારે પૂર આવતાં તેમની ગાડી તણાઈ ગઈ હતી અને 3 મહિલાઓના મોત થયા હતા જ્યારે તેના પતિએ ઝાડ સાથે લટકીને જીવ બચાવ્યો હતો.
ADVERTISEMENT
નદી પાર કરતાં શું ઘટના બની
ગુરુવારે અહિલ્યાનગર જિલ્લાના લોની વિસ્તારમાં પરિવાર કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ભારે વરસાદને કારણે કુપ્તી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પરંતુ જેવી તેમની કાર પૂલ પર આવી ત્યારે ભારે પૂરને કારણે આખી કાર તણાઈ ગઈ હતી. અવિનાશ ખંડારે નામના શખ્સે એક ઝાડને પકડીને તેનો જીવ બચાવી લીધો જોકે તેની પત્ની માધવી અને બે નાની પુત્રીઓ કાર સઆથે પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને પતિએ દર્દભરી નજરે આ જોઈ રહ્યો હતો.
ADVERTISEMENT
નજર સામે પત્ની-બે દીકરીઓ તણાઈ ગઈ
ઝાડ સાથે લટકેલા અવિનાશે પોતાની સગી આંખે પત્ની અને બે દીકરીઓને તણાતી જોઈ હતી પરંતુ તે કંઈ કરી શકે તેવી હાલતમાં નહોતો, કારણ કે જો તે તેમને બચાવવા ગયો હોત તો તે પણ તણાઈ જાત.
ADVERTISEMENT
3 લોકોની લાશ બહાર કાઢી
ADVERTISEMENT
અકસ્માતના સમાચાર મળતાં જ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વહીવટીતંત્રે આખી રાત સઘન શોધખોળ કામગીરી હાથ ધરી હતી, અને અંતે ત્રણેય મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ (IMD) મહારાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વ્યાપક વરસાદની આગાહી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.