બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કાશ્મીરમાં પહેલગામ જેવો હુમલો, નામ પૂછી આતંકવાદીઓએ બે હિંદુઓને મારી ગોળી

નેશનલ / કાશ્મીરમાં પહેલગામ જેવો હુમલો, નામ પૂછી આતંકવાદીઓએ બે હિંદુઓને મારી ગોળી

Published By: Nirav Kumar

Last Updated: 11:15 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીરના કુલગામમાં બે હિન્દુ પ્રવાસી મજૂરો પર આતંકી હુમલો થયો છે. જેમાં એકનું મોત થયું અને બીજો ઘાયલ છે. આ હુમલાને પહેલગામ હુમલા જેવો જ માનવામાં આવી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બે હિન્દુ પ્રવાસી મજૂરો પર ગોળીબાર કરવામાં આવ્યો છે જેમાં એકનું મોત થઈ ગયુ અને બીજો ઘાયલ છે. આતંકવાદીઓએ આ હુમલો ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલા જેવો જ અંજામ આપ્યો છે. સૂત્રો મુજબ પોલીસે દાવો કર્યો છે કે ગોળીબાર પહેલાં આતંકીઓએ કુલગામમાં પ્રવાસી મજૂરો પાસે તેમના નામ પૂછ્યા અને બાદમાં બે હિન્દુ માઈગ્રેટ મજૂરોને જૂથથી અલગ કરી દીધા હતા. ત્યારબાદ બંને પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

સૂત્રોના હવાલે જણાવા મળ્યું છે કે આ આતંકી હુમલા વખતે અનેક વર્કર્સ બહારના રહેવાસી હતા પણ માત્ર બે હિન્દુ પ્રવાસી મજૂરને આતંકીઓએ ગોળી મારી દીધી હતી. આ કારણે આ હુમલાને પણ પહેલગામ હુમલા જેવો જ માનવામાં આવી રહ્યો છે, જ્યાં ધર્મના આધારે અનેક પ્રવાસીઓને નજીકથી ગોળી મારવામાં આવી હતી. તે આતંકી હુમલામાં 26 લોકોના જીવ ગયા હતા અને બાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

આ હુમલામાં બે આતંકીઓના સામેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમાંથી એક લોકલ અને બીજો વિદેશી આતંકી છે. તપાસ એજન્સીઓએ હુમલા પાછળ કયા આતંકી સામેલ હતા તેની તપાસ શરૂ કરી દીધી છે. પહેલી શંકા મોહમ્મદ લતીફ પર જઈ રહી છે. તે ગયા વર્ષે જ લશ્કરે-તૈયબાના ટીઆરએફમાં જોડાયો હતો. ટીઆરએફે જ પહેલગામ હુમલો પણ અંજામ આપ્યો હતો.

  • બંને છત્તીસગઢના રહેવાસી

બંને મજૂરો કુલગામના ઈંટ-ભઠ્ઠા પર કામ કરતા હતા. તેમાંથી એક મજૂરનું મોત થયું છે, જ્યારે બીજો ઘાયલ થયો છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં બે મજૂરો ઘાયલ થયા હતા. તેમાંથી એકે હોસ્પિટલ લઈ જતા પહેલાં જ જીવ ગુમાવ્યો હતો. અધિકારીઓના મતે મૃતકની ઓળખ દીપક રાત્રે (24) તરીકે થઈ છે જ્યારે બોપિંદર (28) ઘાયલ છે. આ બંને છત્તીસગઢના રહેવાસી છે.

વધુ વાંચો : મોટી ટ્રેજેડી : કાર સાથે પત્ની-બે દીકરીઓ પૂરમાં તણાઈ ગઈ, પતિએ ઝાડ સાથે લટકીને જીવ બચાવ્યો

ઉલ્લેખનીય છે કે, બોપિંદરને પહેલા જીએમસી અનંતનાગ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને સૌરાના SKIMS હોસ્પિટલમાં રેફર કરી દીધો હતો. આ હુમલો દસ દિવસથી પણ ઓછા સમય પહેલાં થયેલી ઘટના બાદ થયો છે, જેમાં આતંકવાદીઓએ અનંતનાગ શહેરમાં એક પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kulgam terrorist attack migrant workers

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ