બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રનો વારો, સુરેન્દ્રનગરમાં ચેકડેમ તૂટ્યો, મોરબી-રાજકોટમાં જળબંબાકાર

ડેમ ઓવરફ્લો / દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રનો વારો, સુરેન્દ્રનગરમાં ચેકડેમ તૂટ્યો, મોરબી-રાજકોટમાં જળબંબાકાર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:26 AM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે જેને લઇ અનેક નદીઓમાં પુર આવ્યા છે. ગામડાઓ પણ જળબંબાકાર થયા છે. સુરેન્દ્રનગરમાં ચેકડેમ તૂટતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે.

Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે જેને લઇ અનેક નદીઓમાં પુર આવ્યા છે. ગામડાઓ પણ જળબંબાકાર થયા છે. સુરેન્દ્રનગરમાં ચેકડેમ તૂટતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાતથી હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. લીંબડી, ચુડા, સાયલા, દસાડા, લખતર, મુળી, ધ્રાંગધ્રા, ચોટીલા, થાન સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તંત્ર દ્વારા વરસાદની આગાહીને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વઢવાણ, ચુડા, દસાડા તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો , ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા સહિતના તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ થયો છે.

WhatsApp Image 2026-08-01 at 10.58.18 AM (4)

રાજકોટ શહેરમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 8 કલાકથી ધીમીધારે વરસાદ ચાલુ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જસદણ ઉપલેટા પડધરી લોધિકા ગોંડલ સહિતના જિલ્લાઓમા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

WhatsApp Image 2026-08-01 at 10.58.18 AM (3)

સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદને લઈ ચુડાનો ઝીંઝાવદર ચેકડેમનો પાળો તૂટ્યો છે. ચાચકા ડેમ ઓવરફ્લો થયા પછી પાણી આવતા આમ થયુ છે. આસપાસના ખેતરોમાં ઝીંઝાવદર ચેકડેમનું પાણી ફરી વળ્યું છે.

સુરેન્દ્રનગરના ચુડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ગોખરવાડા ગામ સંપર્ક વિહોણું થયુ છે. ગોખરવાડા ગામના બેઠા પુલ પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતાં ચુડા અને લીમડી જવા માટેનો મુખ્ય માર્ગ બંધ થયો છે. સરપંચે લોકોને અવરજવર ન કરવાની અપીલ કરી છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. લીંબડી તાલુકાનું સમલા ગામ સંપર્ક વિહોણું થયુ છે. રસ્તા પર પાણી ફરી વળતાં અવરજવર બંધ થઇ છે.

WhatsApp Image 2026-08-01 at 10.58.18 AM (2)

સુરેન્દ્રનગર શહેરનો રાજ હોટલનો અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા બંધ કરાયો છે. શહેરના મુખ્ય રાજ અંડર બ્રિજમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાય જતા મનપા દ્વારા વાહન વ્યવહાર બંધ કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામે વરસાદના પગલે મકાનો તુટ્યા છે. ઘર વખરી સહિતની વસ્તુઓને ભારે નુકસાન થયુ છે. ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ઘુસ્યા છે. દેદાદરા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. તંત્રની ટીમોએ 100 થી વધુ લોકોનું સ્થળાંતર કર્યુ છે.

સુરેન્દ્રનગરના મુળીનો નાયકા ડેમ 100% ભરાયો છે. નીચાણવાળા વિસ્તારો માટે તંત્રની સાવચેતીની ચેતવણી આપી છે. ગૌતમગઢ, કુકડા, ગોદાવરી અને શેખપરના ગ્રામજનોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ-મિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરી છે.

ધોધમાર વરસાદને પગલે સુરેન્દ્રનગરના લખતરમાં જળભરાવ થયો છે. લખતર ઇગરોડી ગામ સંપર્ક વિહોણું થયુ છે. તમામ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ગામમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ગામલોકોએ તંત્રને રાહત અને બચાવ કામગીરી માટે સંપર્ક કર્યો છે.

WhatsApp Image 2026-08-01 at 10.58.18 AM (1)WhatsApp Image 2026-08-01 at 10.58.18 AM

બોટાદના 9 ગામોને એલર્ટ કરાયા

બોટાદ જિલ્લાનો ખાંભડા ડેમમાંથી 1730 ક્યુસેક પાણી છોડાયું છે. ખાંભડા ડેમનો 1 દરવાજો 45 સેમી ખોલાયો છે. નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. નદીના પટમાં ન જવા તંત્રની કડક સૂચના છે. ડેમ નિચેના ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા સહિત 9 ગામોને એલર્ટ કરાયા છે. અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તંત્રએ અપીલ કરી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ Navsari Flood / નવસારીમાં પૂરનો પ્રકોપ: ઘરોમાં ઘૂસ્યા નદીના પાણી, લાખો લોકો પ્રભાવિત, NDRF રેસ્ક્યૂમાં તૈનાત

મોરબીમાં અવિરત વરસાદથી પાણી ભરાવાની સમસ્યા

મોરબી શહેરના ગાંધીચોક,જુના બસ સ્ટેન્ડ,શનાળા રોડ અને છાત્રાલય રોડ પર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા જનજીવન પર અસર થઇ છે. પાણી ભરાવા છતાં મહાનગપાલિકાના અધિકારીઓ ફરક્યા ન હોવાનો આરોપ લોકો કરી રહ્યા છે. શહેરના ગત રાત્રીથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મનપાના એન્ટ્રી ગેટ પર પાણી ભરાતા કામગીરીની પોલ ખુલી છે. અધિકારી કે કોર્પોરેટર અને મેયર ક્યાંય નજરે પડી નથી રહ્યા. વરસાદમાં શહેરીજનો પરેશાન બન્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi Rain Saurashtra Rain Rajkot Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ