બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:20 AM, 1 August 2026
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની સૌથી મોટી મેડલની આશાઓમાંના એક એવા નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો. આ દરમિયાન, ભારતના યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ જીતીને સૌને ચોંકાવી દીધા. આમ, પુરુષોની જેવલિન થ્રો (ભાલા ફેંક) સ્પર્ધા ભારત માટે બેવડી સફળતા લઈને આવી. ભૂતપૂર્વ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ચેમ્પિયન નીરજ ચોપરા જેઓ ગોલ્ડ મેડલના દાવેદાર તરીકે સ્પર્ધામાં ઉતર્યા હતા. આ વખતે પ્રથમ સ્થાન મેળવી શક્યા નહીં; શ્રીલંકાના યુવા થ્રોઅર રૂમેશ થરંગા પથિરાગાએ તેમને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો.
ADVERTISEMENT
ગ્લાસગો ગેમ્સમાં ભારતીય ચાહકો જે સ્પર્ધાની સૌથી વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેનો પ્રારંભ શુક્રવાર, 31 જુલાઈની સાંજે (ભારતમાં મોડી રાત્રે) થયો. ઈજાને કારણે અગાઉની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ ન લઈ શકનાર નીરજ ચોપરા ફરી એકવાર આ ખિતાબ જીતશે તેવી અપેક્ષા હતી. જોકે, ભારતનાં યશવીર અને રોહિત યાદવ પર પણ સૌની નજર હતી, કારણ કે તેઓ આ સ્પર્ધામાં પદાર્પણ કરી રહ્યા હતા. પાકિસ્તાનના અરશદ નદીમ પર પણ સૌનું ધ્યાન કેન્દ્રિત હતું, કારણ કે તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન હતા.
ADVERTISEMENT
પથિરાગાને ના પછાડી શક્યા નીરજ
ADVERTISEMENT
નીરજે પ્રથમ રાઉન્ડમાં સ્થિર શરૂઆત કરી હતી, પરંતુ તેના બીજા થ્રોએ સૌને પ્રભાવિત કરી દીધા. તેણે ભાલાને 85.83 મીટરના અંતરે ફેંકીને તરત જ પ્રથમ સ્થાન મેળવી લીધું. ગંભીર ઈજા બાદ સ્પર્ધામાં પરત ફરેલા નીરજ માટે આ સિઝનનો શ્રેષ્ઠ થ્રો હતો. જોકે, તેની આ સરસાઈ લાંબો સમય ટકી શકી નહીં, કારણ કે તે જ રાઉન્ડમાં શ્રીલંકાના પાથિરાગાએ 89.73 મીટરના શાનદાર થ્રો સાથે તેની પાસેથી પ્રથમ સ્થાન છીનવી લીધું.
ત્યારબાદ, આગામી 4 રાઉન્ડમાં ન તો કોઈ પણ એથ્લેટ તેમના થ્રોનું અંતર સુધારી શક્યા, ન તો અન્ય કોઈ થ્રોઅર તેમને પાછળ છોડી શક્યા. આમ, પથિરાગાએ સુવર્ણ ચંદ્રક જીત્યો, જે 2006 પછી કોમનવેલ્થ ગેમ્સમાં શ્રીલંકાનો પ્રથમ સુવર્ણ ચંદ્રક હતો. જ્યારે 2018 પછી ગેમ્સમાં પરત ફરેલા નીરજે રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
અરશદ ફેલ, યશવીરે આખરે પલ્ટ્યો ખેલ
જોકે, આ ફાઇનલમાં બે અત્યંત આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા. સૌપ્રથમ, ગોલ્ડ મેડલ માટેના મુખ્ય દાવેદાર ગણાતા અરશદ નદીમ ફાઇનલના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયા. ઈજામાંથી સાજા થયા બાદ વાપસી કરી રહેલા અરશદ તેમના શરૂઆતના ત્રણેય થ્રોમાં 80 મીટરનું અંતર કાપવામાં નિષ્ફળ રહ્યા અને ત્યાં જ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા. તેઓ ટોચના 8માં સ્થાન મેળવી શક્યા નહીં, જેનો અર્થ એ થયો કે તેઓ ત્યારબાદના ત્રણ થ્રો કરવાનો પ્રયાસ કરી શક્યા નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ CWG 2026: હર્ષ સિંહ અને અસ્મિતા ડેએ ભારતને અપાવ્યા બે ગોલ્ડ મેડલ, જૂડોમાં પહેલીવાર મળ્યો ગોલ્ડ
બીજો મોટો સપ્રાઇઝ રાઉન્ડ થ્રોના અંતિમ રાઉન્ડ દરમિયાન જોવા મળ્યો. જયપુરના યશવીર સિંહ, જેઓ આ રમતોમાં પ્રથમ વખત ભાગ લઈ રહ્યા હતા, તેઓ 81.33 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે છઠ્ઠા સ્થાને હતા. તેઓ મેડલની રેસમાં હોય તેવું જણાતું ન હતું, પરંતુ તેમના અંતિમ પ્રયાસમાં તેમણે 85.41 મીટરનો થ્રો કરીને સીધા ત્રીજા સ્થાન પર છલાંગ લગાવી. આ તેમના કરિયરનો શ્રેષ્ઠ થ્રો હતો અને તેનાથી તેમણે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો. અન્ય ભારતીય ખેલાડી રોહિત યાદવ છઠ્ઠા સ્થાને રહ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.