બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટથી લઇને બનાસકાંઠા સુધી..., રાજ્યભરમાં રહેશે સાર્વત્રિક વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / રાજકોટથી લઇને બનાસકાંઠા સુધી..., રાજ્યભરમાં રહેશે સાર્વત્રિક વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Last Updated: 11:44 AM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. રાજકોટથી લઇને બનાસકાંઠા સુધી...

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદી સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રાજકોટમાં ભારે વરસાદની શક્યતા, સૌરાષ્ટ્રમાં પણ રહેશે અસર

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર અને અમરેલીના વિસ્તારોમાં આજે વરસાદ પડવાની સંભાવના છે.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતથી વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ સરકી રહી હોવાનું અનુમાન છે. જેના કારણે રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની અસર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે

રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે. આગામી 24 કલાક દરમિયાન બંને શહેરોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ હાલ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને આશ્લેષા નક્ષત્રમાં પડતો વરસાદ કૃષિ કાર્યો માટે સારો ન હોવાનો અંબાલાલ પટેલે ઉલ્લેખ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 3 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 3 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા રહેશે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. લોકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Gujarat Gujarat Rain Ambalal Patel Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ