બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત: છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.01 ઈંચ વરસાદ, સીઝનનો કુલ વરસાદ 23.22 ઈંચે પહોંચ્યો

અમદાવાદ વરસાદ / અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત: છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.01 ઈંચ વરસાદ, સીઝનનો કુલ વરસાદ 23.22 ઈંચે પહોંચ્યો

Published By: Priykant Shrimali

Last Updated: 12:45 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rain : શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3 ઈંચ વરસાદ: થલતેજમાં સૌથી વધુ 4.09 ઈંચ નોંધાયો, આજે સવારથી આંશિક મેઘવિરામ, વાસણા બેરેજના 18 દરવાજા ખુલ્લા

Ahmedabad Rain : શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સરેરાશ ૩.૦૧ ઈંચ (૭૬.૫૫ ‌િમમી) વરસાદ નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલરૂમ દ્વારા આજે સવારના ૧૦ વાગ્યા સુધી જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ સૌથી વધુ વરસાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩.૪૯ ઈંચ નોંધાયો છે, જ્યારે વિસ્તારોની વાત કરીએ તો થલતેજમાં સૌથી વધુ ૪.૦૯ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન બોડકદેવ અને દૂધેશ્વરમાં ૩.૮૨ ઈંચ, સાયન્સ સિટીમાં ૩.૭૬ ઈંચ તેમજ સરખેજ, જોધપુર અને બોપલ વિસ્તારમાં અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. મધ્ય ઝોનમાં ૩.૪૬ ઈંચ, પશ્ચિમ ઝોનમાં ૩.૧૧ ઈંચ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨.૯૧ ઈંચ, દક્ષિણ ઝોનમાં ૨.૮૭ ઈંચ, ઉત્તર ઝોનમાં ૨.૭૮ ઈંચ અને પૂર્વ ઝોનમાં ૨.૪૯ ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે સવારના છથી ૧૦ વાગ્યા દરમિયાન શહેરમાં વરસાદનું જોર ઘટતાં સરેરાશ માત્ર ૦.૦૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૦.૧૪ ઈંચ, જ્યારે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં છૂટાછવાયાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. અન્ય વિસ્તારોમાં મેઘવિરામ જેવો માહોલ રહ્યો હતો.

આ પણ વાંચો : AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ: સામાન્ય વરસાદમાં પૂર્વ અમદાવાદના રસ્તાઓ બન્યા નદી, નિકોલ-શાહીબાગ-વસ્ત્રાલમાં પાણી ભરાયા

ચાલુ ચોમાસામાં અમદાવાદમાં અત્યાર સુધી કુલ ૨૩.૨૨ ઈંચ (૫૮૯.૭૭ મીમી) વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે મોસમના સરેરાશ વરસાદના ૬૪.૫૦ ટકા જેટલો થાય છે, બીજી તરફ નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના દરવાજા નંબર-૨થી ૧૯ સુધીના કુલ ૧૮ દરવાજા ફ્રી ફ્લો સ્થિતિમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે. હાલમાં બેરેજ ખાતે પાણીની સપાટી ૧૨૩.૦૦ ફૂટ નોંધાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bodakdev Rain Ahmedabad Rain Thaltej Rain

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ