બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવામાન વિભાગની આગાહી: આજે અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ, 4 સિસ્ટમ સક્રિય છતાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે
5 ફોટો ગેલેરી
Last Updated: 03:48 PM, 1 August 2026
1/5
રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ અને જળાશયોમાં જળસ્તર વધવા તેમજ જનજીવન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
2/5
હવામાન વિભાગે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
3/5
તે ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ