બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારત જ નહીં, દુનિયાના આ 5 દેશોમાં પણ ધામધૂમથી ઉજવાય છે રામાયણ, જાણીને થશે ગર્વ

photo-story

7 ફોટો ગેલેરી

વિશ્વ / ભારત જ નહીં, દુનિયાના આ 5 દેશોમાં પણ ધામધૂમથી ઉજવાય છે રામાયણ, જાણીને થશે ગર્વ

Last Updated: 04:24 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રામાયણ માત્ર ભારતની કથા નથી પરંતુ વિશ્વના અનેક દેશોની સંસ્કૃતિ અને ભૂગોળમાં ઊંડે સુધી ગૂંથાએલી છે. આ મહાકાવ્ય આજે પણ વિવિધ સમાજોને એક સાંસ્કૃતિક દોરાથી જોડી રહ્યું છે.

1/7

photoStories-logo

1. રામાયણ

બૉલિવુડ એક્ટર રણબીર કપૂર અને મેકર નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થયા બાદ દરેક જગ્યાએ તેની જ ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ દ્વારા ભારતીય સિનેમા મહાકાવ્યને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરવા તૈયાર થઈ રહ્યું છે, પરંતુ અસલીયત એ છે કે ભગવાન રામની કથા પહેલેથી જ વિશ્વની સાંસ્કૃતિક વિરાસત છે. માત્ર ભારતમાં જ નહીં દક્ષિણ-પૂર્વ એશિયાના ઘન જંગલોથી લઈને શ્રીલંકા, નેપાળ અને દક્ષિણ અમેરિકાની ઊંચાઈઓ સુધી રામાયણના નિશાનો વેરાયેલા છે. ચાલો જાણીએ વિશ્વના એ દેશો વિશે જ્યાં આજે પણ રામાયણની જડો ઊંડે સુધી જોડાયેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ભારતમાં રામાયણ, થાઈલેન્ડમાં રામાકિયન

થાઈલેન્ડ મુખ્યત્વે બૌદ્ધ દેશ હોવા છતાં રામાકિયનની કથા ત્યાંના સંસ્કારમાં વસેલી છે. આ કથા રામાયણ જેવી જ છે, જેમાં વીર ફ્રા રામ (રામ), તેમની પત્ની નાંગ સિદા (સીતા) અને રાક્ષસ રાજા થોત્સાકાન (રાવણ)નું વર્ણન છે. વિશ્વપ્રસિદ્ધ મુખોટા નૃત્ય ‘ખોન’ હોય કે બેંકોકના મંદિરોની ભવ્ય ચિત્રકારી, દરેક જગ્યાએ રામાયણ જીવંત થઈ ઊઠે છે. આ એ વાતનો પુરાવો છે કે રામાયણ માત્ર ભૂતકાળનું પાનું નથી પરંતુ એક સાંસ્કૃતિક સેતુ છે જે અલગ-અલગ દેશોને આજે પણ એક ધાગામાં પિરોઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઇન્ડોનેશિયામાં ‘કાકાવિન રામાયણ’

વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા ભગવાન રામની કથામાં રંગાયેલો છે. સદીઓ પહેલાં રામાયણ ત્યાં પહોંચી ત્યારે તે કાકાવિન રામાયણના નામે તેમની પોતાની બની ગઈ. તેમને આ કથાને એટલા પ્રેમથી અપનાવી કે રામ-સીતા સાથે પોતાના સ્થાનિક દેવી-દેવતાઓને પણ તેમાં જોડી દીધા. આજે પણ ઇન્ડોનેશિયાનું પર્યટન વિભાગ તેને ગર્વથી વિશ્વને બતાવે છે. પ્રાચીન પ્રમ્બાનન મંદિરની દીવાલો પર સમગ્ર રામાયણ પથ્થરોમાં કોતરાયેલી મળે છે. રાત્રે આ જ મંદિરની છાયામાં થતું રામાયણ બેલે કે બાલીનું પ્રસિદ્ધ કેચક ફાયર ડાન્સ – ઇન્ડોનેશિયાએ ભગવાન રામની આ વિરાસતને આજે પણ જીવંત રાખી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. શ્રીલંકામાં આજે પણ મળે છે રામાયણના ભૌગોલિક પુરાવા

શ્રીલંકા એવું સ્થળ છે જ્યાં દરેક ખૂણે રામાયણની કથાના ભૌગોલિક પુરાવા મળે છે. ઐતિહાસિક રામ સેતુથી લઈને અશોક વાટિકા સુધી, રામાયણમાં જે સ્થળોનો ઉલ્લેખ છે તે આજે પણ શ્રીલંકાના ભૂગોળ સાથે સંપૂર્ણ મેળ ખાય છે. શ્રીલંકા ટુરિઝમ બોર્ડ સત્તાવાર રીતે પર્યટકો માટે રામાયણ ટ્રેલનું આયોજન કરે છે, જેમાં 50થી વધુ પ્રમાણિત ઐતિહાસિક સ્થળોના દર્શન કરાવવામાં આવે છે. જેમાં નુવારા એલિયાનું સીતા અમ્મન મંદિર તે જ સ્થળ માનવામાં આવે છે જ્યાં રાવણે માતા સીતાને બંદી બનાવી હતી. ત્યાં વહેતી નદીના પથ્થરો પર આજે પણ હનુમાનજીના વિશાળ પગના નિશાન જોવા મળે છે. રુમાસ્સલા પર્વતને સંજીવની બૂટીવાળા પહાડનો ભાગ કહેવામાં આવે છે, જેને હનુમાનજીએ ઉપાડીને લાવ્યા હતા. આ પહાડની માટી અને વનસ્પતિ સમગ્ર શ્રીલંકાની હરિયાળીથી એકદમ અલગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કંબોડિયામાં પથ્થરો પર દેખાય છે રામ-રાવણ યુદ્ધ

કંબોડિયામાં રામાયણને રીયમકેરના નામે ઓળખવામાં આવે છે જે ત્યાંની બૌદ્ધ સંસ્કૃતિ અને કર્મના સિદ્ધાંતો સાથે ઊંડે જોડાયેલી છે. અંગકોર વાટ મંદિરની દીવાલો પર કોતરાયેલા રામ-રાવણ યુદ્ધથી લઈને કંબોડિયાઈ કલા અને શાસ્ત્રીય નૃત્ય-નાટક સુધી આ મહાકાવ્ય ત્યાંની આત્મામાં વસેલું છે. ભારતથી અલગ અહીં પાત્રોને ભગવાનના અવતાર નહીં પરંતુ માનવ તરીકે જોવામાં આવે છે. રાવણનું પતન તેના દુષ્કર્મોનું પરિણામ છે અને હનુમાનજી શાંત, અનુશાસિત તથા બૌદ્ધ આદર્શોના પ્રતીક તરીકે દેખાય છે. આ સંસ્કરણમાં માતા સીતાના દુઃખ, ધીરજ અને લાગણીઓને ખૂબ ઊંડાણથી દર્શાવવામાં આવ્યું છે, જે વિચારવા મજબૂર કરે છે કે યુદ્ધ અને સત્તાની આગમાં સૌથી મોટી કિંમત હંમેશા સ્ત્રીઓને જ ચૂકવવી પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નેપાળને કહેવામાં આવે છે માતા સીતાનું પિયર

રામાયણની ચર્ચા થાય અને નેપાળનો ઉલ્લેખ ન આવે એવું શક્ય જ નથી. વાલ્મીકિ રામાયણ અનુસાર માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો. અહીં જ તેમને ભગવાન રામ સાથે વિવાહ પહેલાંનો મોટાભાગનો સમય વિતાવ્યો હતો. રામાયણમાં વર્ણિત જનકપુરનું ઐતિહાસિક જાનકી મંદિર, તે પવિત્ર રંગભૂમિ મેદાન જ્યાં ભગવાન રામે શિવજીનું પિનાક ધનુષ તોડ્યું હતું, અને ધનુષા ધામમાં આજે પણ હાજર તે ધનુષના પવિત્ર અવશેષો આ વાતની સાક્ષી આપે છે કે આ ભૂમિ રામાયણના ઇતિહાસને પોતાની અંદર સમાવી રહી છે. માતા સીતાના માયકા કહેવાતા જનકપુરથી અયોધ્યા સુધી ટૂંક સમયમાં સીધી ટ્રેન શરૂ થવાની છે જેનાથી બંને દેશો વચ્ચે આવર જવર ખૂબ સરળ બની જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સાત સમંદર પાર – કેરેબિયનથી પેરૂ સુધી

રામાયણનો પ્રભાવ માત્ર એશિયા સુધી મર્યાદિત નથી. કેરેબિયન દેશોના બગીચાઓમાં કામ કરવા ગયેલા ભારતીય પ્રવાસીઓએ આજે પણ ત્યાં ‘રામલીલા’ને જીવંત રાખી છે. તેમજ સાઉથ અમેરિકાના પેરૂમાં આવેલી પ્રાચીન નાઝ્કા લાઈન્સના ભૌગોલિક આંકડા રામાયણમાં સુગ્રીવ દ્વારા કહેવાયેલા વિશ્વના નકશા સાથે મેળ ખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramayana Buddhist country cultural thread
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ