બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં અકસ્માતનો કહેર! ગાંધીનગર અને જેતપુરમાં બે અકસ્માત, માતા-દીકરા સહિત 4 લોકોના મો*ત
Last Updated: 12:36 PM, 5 August 2026
ગુજરાતમાં આજે બે અલગ-અલગ જિલ્લાઓમાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતોમાં કુલ ચાર લોકોના મોત થયા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ઓવરટેક કરવાની લ્હાયમાં થયેલા અકસ્માતમાં બાઈક પર સવાર માતા અને દોઢ વર્ષના બાળકનું કરુણ મોત થયું છે, જ્યારે ગાંધીનગરના પીંડારડા પાસે રિક્ષા અને આઈશર ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. બંને અકસ્માતોની માહિતી સામે આવ્યા બાદ સ્થાનિક વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
લવલી વે-બ્રિજ નજીક આ અકસ્માત સર્જાયો
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરાજી-જૂનાગઢ રોડ પર લવલી વે-બ્રિજ નજીક આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બાઈકચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં અકસ્માત સર્જાયો હતો. બાઈકચાલકની બેદરકારીના કારણે બાઈક ડમ્પર સાથે અથડાઈ હતી અને બાઈકચાલક ડમ્પર નીચે આવી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર માતા અને દોઢ વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટનાએ આસપાસના લોકોમાં અરેરાટી ફેલાવી દીધી હતી.
ADVERTISEMENT
Rajkot ધોરાજીના લવલી વે બ્રિજ નજીક ડમ્પરની હડફેટે માતા-માસૂમનું મો*ત#Dhoraji #Rajkot #Gujarat #TrafficNews #VTVDigital pic.twitter.com/HMji6pF735
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 5, 2026
ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ
ADVERTISEMENT
આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સામે આવેલા દૃશ્યોમાં અકસ્માત કેવી રીતે સર્જાયો તે સ્પષ્ટ જોવા મળી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં બાઈકચાલકની બેદરકારી મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લામાં પણ વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો
ADVERTISEMENT
બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં પણ વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરના પીંડારડા ગામ પાસે રિક્ષા અને આઈશર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં પેથાપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માતના કારણો જાણવા માટે સ્થળનું નિરીક્ષણ કર્યું છે તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતની સંપૂર્ણ પરિસ્થિતિ અંગે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વટવૃક્ષના આકારમાં બનશે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન, એરપોર્ટ જેવી મળશે સુવિધા, જુઓ VIDEO
રાજકોટના જેતપુર અને ગાંધીનગરના પીંડારડા પાસે થયેલા આ બંને અકસ્માતોએ ફરી એકવાર માર્ગ સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ ઓવરટેક કરવાની ઉતાવળ જીવલેણ સાબિત થઈ, તો બીજી તરફ રિક્ષા અને આઈશર ટ્રક વચ્ચેની ટક્કરે બે લોકોનો જીવ લીધો. હવે બંને અકસ્માતોના CCTV ફૂટેજ, સ્થળ પરથી મળેલા પુરાવા અને પોલીસ તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.