બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લેપટોપમાં મળી ‘I LOVE YOU’ની ચેટ! ‘I MISS YOU’ વાંચતાં જ દંપતી વચ્ચે થયો મોટો વિવાદ

ગુજરાત / લેપટોપમાં મળી ‘I LOVE YOU’ની ચેટ! ‘I MISS YOU’ વાંચતાં જ દંપતી વચ્ચે થયો મોટો વિવાદ

Published By: Nidhi Panchal

Last Updated: 01:36 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરોડામાં પતિની વોટ્સએપ ચેટને લઈને દંપતી વચ્ચે થયેલો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મહિલાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે મારપીટ, હત્યાના પ્રયાસ અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.

નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ, સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે પતિના લેપટોપમાં અન્ય મહિલા સાથેની વોટ્સએપ ચેટ વાંચ્યા બાદ ઘરમાં વિવાદ સર્જાયો હતો. ચેટમાં ‘આઈ લવ યુ’ અને ‘આઈ મિસ યુ’ જેવા સંદેશા જોવા મળતાં પતિને પૂછપરછ કરતાં તેણે ઉશ્કેરાઈ જઈ મારપીટ કરી હતી.

i-miss-u

પતિએ મહિલાના પેટ પર બેસીને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં પરિવારના અન્ય સભ્યો વચ્ચે પડતાં વધુ અનિચ્છનીય બનાવ ટળ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદથી જ સાસરિયાંઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

આ પણ વાંચો : 10 મિનિટમાં ₹27.50 લાખનો સફાયો! ઘરઘાટીએ એકલતાનો ફાયદો ઉઠાવી બે થેલા ભરી કર્યા ફરાર

ખાસ કરીને નણંદ વારંવાર અપમાનજનક શબ્દોમાં બોલતી અને તું નેપાળી છે, તને જમવાનું બનાવતાં આવડતું નથી કહીને હેરાન કરતી હતી. પતિ પણ આ વર્તનનો વિરોધ કરવાના બદલે પરિવારનો જ પક્ષ લેતો હતો. સતતના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp Chat Domestic Violence Naroda

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ