બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / FSL રિપોર્ટ વગરની ચાર્જશીટ પડી ભારે! એક મહિનામાં 80 દારૂ કેસમાં આરોપીઓ નિર્દોષ મુક્ત, કોર્ટની ટકોર

ગુજરાત / FSL રિપોર્ટ વગરની ચાર્જશીટ પડી ભારે! એક મહિનામાં 80 દારૂ કેસમાં આરોપીઓ નિર્દોષ મુક્ત, કોર્ટની ટકોર

Published By: Nidhi Panchal

Last Updated: 02:46 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂબંધી કાયદા હેઠળ નોંધાયેલા કેસોમાં વૈજ્ઞાનિક પુરાવાનું મહત્વ ફરી એકવાર સામે આવ્યું છે. ધોરાજીની કોર્ટે માત્ર જુલાઈ મહિનામાં FSL રિપોર્ટના અભાવે દારૂ પીધાના ઓછામાં ઓછા 80 કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.

દારૂબંધી અમલમાં હોવા છતાં માત્ર જુલાઈ મહિનામાં ધોરાજીની કોર્ટે દારૂ પીધાના આરોપ હેઠળ નોંધાયેલા ઓછામાં ઓછા ૮૦ કેસમાં આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા છે. તેનું મુખ્ય કારણ પોલીસ દ્વારા ચાર્જશીટ સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)નો ફરજિયાત અહેવાલ રજૂ ન કરવો હોવાનું સામે આવ્યું છે.

FSL-2

પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ વી. કે. બંસલ સમક્ષ આવેલા આ કેસોમાં અદાલતે નોંધ્યું કે દારૂ પીધાનો ગુનો સાબિત કરવા માટે આરોપીના લોહીમાં કાયદેસર મર્યાદા કરતાં વધુ આલ્કોહોલ હોવાનું દર્શાવતો એફએસએલ રિપોર્ટ અત્યંત જરૂરી પુરાવો છે. આ રિપોર્ટ વિના માત્ર પોલીસના દાવાના આધારે ગુનો સાબિત થઈ શકતો નથી.

સમયસર FSL સુધી પહોંચાડાયા

કોર્ટે વધુમાં નોંધ્યું કે લોહીના નમૂનાઓ નિયમ મુજબ સચવાયા, સમયસર FSL સુધી પહોંચાડાયા અને યોગ્ય પ્રક્રિયા મુજબ પરીક્ષણ થયું કે નહીં તે પણ રેકોર્ડ પરથી સ્પષ્ટ થતું નહોતું. આવી સ્થિતિમાં આરોપીઓ સામેના કેસ ટકી શકતા નથી. સરકારી વકીલોના જણાવ્યા મુજબ તપાસ અધિકારીઓએ એફએસએલ રિપોર્ટ મેળવ્યા પહેલાં જ ઉતાવળમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી, પરિણામે કોર્ટ ફરજિયાત પુરાવાના અભાવે કેસ બાબતે સંજ્ઞાન લઈ શકી નહીં અને આરોપીઓને નિર્દોષ જાહેર કરવા પડ્યા.

પરીક્ષણના કડક નિયમોનું પાલન કરવું જરૂરી

નિયમ મુજબ દારૂ પીધાની શંકા હેઠળ ઝડપાયેલી વ્યક્તિનો હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા લોહીનો નમૂનો લેવામાં આવે છે. ત્યાર બાદ આ નમૂનો ગાંધીનગર સ્થિત એફએસએલમાં મોકલવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન નમૂનાના સંગ્રહ, પરિવહન અને પરીક્ષણના કડક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે, જેથી છેડછાડ કે દૂષિત થવાની શક્યતા ન રહે.

આ પણ વાંચો : Hester બાયોસાયન્સિસ લિમિટેડનો Q1FY27 દરમિયાન કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ જબરજસ્ત વધ્યો, પહેલા ક્વાર્ટરમાં 459% વધીને રૂ.96.73 કરોડ થયો

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફોજદારી કેસોમાં યોગ્ય પ્રક્રિયા અને વૈજ્ઞાનિક પુરાવા વિના દોષારોપણ શક્ય નથી. તેથી તપાસ એજન્સીઓએ ઉતાવળમાં ચાર્જશીટ દાખલ કરવાની જગ્યાએ તમામ જરૂરી પુરાવા એકત્ર કરીને જ કાર્યવાહી કરવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FSL Report Dhoraji Court Gujarat Prohibition

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ