બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 હેક્ટર એટલે કેટલા એકર અને વીઘા? જમીનના માપનો ગોટાળો દૂર કરવા જાણો સરળ ગણતરી

photo-story

8 ફોટો ગેલેરી

કામની વાત / 1 હેક્ટર એટલે કેટલા એકર અને વીઘા? જમીનના માપનો ગોટાળો દૂર કરવા જાણો સરળ ગણતરી

Last Updated: 02:12 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હેક્ટર અને એકરનું માપ સમગ્ર દેશમાં સમાન છે, પરંતુ બીઘા અને કઠ્ઠા રાજ્ય અને વિસ્તાર પ્રમાણે અલગ હોય છે. આથી જમીન ખરીદતા કે વેચતા પહેલાં હંમેશા સ્થાનિક અધિકૃત માપ અને સરકારી ડોક્યુમેન્ટ ચકાસી લો.

1/8

photoStories-logo

1. જમીન માપણી

ગામમાં જમીન જોવા ગયા હો તો ઘણી વખત આવું થાય છે કે માલિક કહે કે આ 2 વીઘા જમીન છે. પાસે ઊભેલો તલાટી કહેકે સરકારી રેકોર્ડમાં આ 0.8 હેક્ટર નોંધાએલ છે. પ્રોપર્ટી ડીલર તો કહે છે કે આશરે 2 એકર જેટલી સમજી લો. હવે તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય આમાં સાચું શું છે? વીઘા, ગુંઠા, એકર અને હેક્ટર વચ્ચે ખરેખર કેટલો તફાવત છે? સરકારી કાગળોમાં જમીનનું ક્ષેત્રફળ મોટે ભાગે હેક્ટર કે વર્ગ મીટરમાં લખાય છે જ્યારે ગામડાંઓમાં લોકો વીઘા અને ગુંઠામાં હિસાબ આપે છે. તેથી આ તમામ એકમો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. હેક્ટર શું છે?

સરકારી દસ્તાવેજો, ખતૌની કે કૃષિ વિભાગના રેકોર્ડમાં જમીન હેક્ટરમાં દર્જ થાય છે. આ એક આંતરરાષ્ટ્રીય એકમ છે. જેમાં 1 હેક્ટર = 10,000 વર્ગ મીટર કે આશરે 1,07,639 વર્ગ ફૂટ થાય છે. જે ખેડૂત પાસે 1 હેક્ટર જમીન હોય તેની પાસે 10,000 વર્ગ મીટર જમીન હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. 1 એકરમાં કેટલી જમીન?

એકર પણ જમીન માપવાનું લોકપ્રિય એકમ છે. ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોમાં પણ વપરાય છે. જેમાં 1 એકર = 43,560 વર્ગ ફૂટ થાય અને 1 એકર ≈ 4,047 વર્ગ મીટર થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. 1 હેક્ટરમાં કેટલા એકર?

1 હેક્ટરમાં આશરે 2.47 એકર થાય છે. યાદ રાખવા માટે તેને લગભગ 2½ એકર માની શકાય. હેક્ટર અને એકરનું માપ નિશ્ચિત છે, તેથી તેમાં કોઈ ગૂંચવણ નથી. પરંતુ વીઘા અને ગુંઠાનું માપ રાજ્ય અને વિસ્તાર પ્રમાણે બદલાય છે. તેથી કોઈ પણ જમીનનો વ્યવહાર કરતા પહેલાં સ્થાનિક માપ અને સરકારી ડોક્યુમેન્ટ ચકાસી લેવા જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. વીઘા કેટલો હોય છે?

વીઘા ભારતીય પરંપરાગત એકમ છે. સમગ્ર ભારતમાં તેનું કોઈ એક નિશ્ચિત માપ નથી. અલગ-અલગ રાજ્યોમાં અને ક્યારેક એક જ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં પણ તેનું ક્ષેત્રફળ અલગ હોય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ વગેરેમાં તેનું માપ અલગ-અલગ માનવામાં આવે છે. તેથી જમીન ખરીદતા કે વેચતા પહેલાં તે વિસ્તારમાં પ્રચલિત અધિકૃત માપ જાણી લો.વીઘા કેટલો હોય છે? વીઘા ભારતીય પરંપરાગત એકમ છે. સમગ્ર ભારતમાં તેનું કોઈ એક નિશ્ચિત માપ નથી. અલગ-અલગ રાજ્યોમાં અને ક્યારેક એક જ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં પણ તેનું ક્ષેત્રફળ અલગ હોય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ વગેરેમાં તેનું માપ અલગ-અલગ માનવામાં આવે છે. તેથી જમીન ખરીદતા કે વેચતા પહેલાં તે વિસ્તારમાં પ્રચલિત અધિકૃત માપ જાણી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ગુંઠા કેટલા હોય છે?

ગુંઠા પણ પરંપરાગત એકમ છે અને તેનું માપ પણ રાજ્ય પ્રમાણે અલગ છે. બિહારના કેટલાક વિસ્તારોમાં 1 કઠ્ઠો આશરે 1,361 વર્ગ ફૂટ માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોમાં તે અલગ હોઈ શકે છે. માત્ર ગુંઠાના આધારે જમીનની સાઈઝ નક્કી કરવું યોગ્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. સરળ યાદ રાખવાની ટ્રિક

1 હેક્ટર = 10,000 વર્ગ મીટર , 1 હેક્ટર ≈ 2.47 એકર , 1 એકર = 43,560 વર્ગ ફૂટ થાય. અને વીઘા તથા ગુંઠાનું માપ રાજ્ય અને જિલ્લા પ્રમાણે બદલાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. જમીન ખરીદતી વખતે આ બાબતનું રાખો ધ્યાન

ફક્ત વીઘા કે ગુંઠા સાંભળીને નિર્ણય ન લો. પહેલાં તે વિસ્તારમાં આ એકમોનું અધિકૃત માપ શું છે તે જાણો. સાથે જ સરકારી ડોક્યુમેન્ટમાં દર્જ ક્ષેત્રફળને વર્ગ મીટર, વર્ગ ફૂટ, એકર કે હેક્ટર સાથે પણ મેળવો. આથી ગેરસમજ અને છેતરપિંડીની શક્યતા ઘણી ઘટી જાય છે. જેમાં હેક્ટર અને એકરનું માપ નિશ્ચિત છે, જ્યારે વીઘા અને ગુંઠા વિસ્તાર પ્રમાણે બદલાય છે. તેથી કોઈ પણ જમીનના વ્યવહાર પહેલાં સ્થાનિક માપ અને સરકારી રેકોર્ડની ચકાસણી કરવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

land measurement hectare bigha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ