બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsAppમાં 3 નવા ફીચર્સની એન્ટ્રી! હવે @allથી બધાને કરો Mention, Pollની Deadline સેટ કરો અને નવું ગ્રુપ બનાવો

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / WhatsAppમાં 3 નવા ફીચર્સની એન્ટ્રી! હવે @allથી બધાને કરો Mention, Pollની Deadline સેટ કરો અને નવું ગ્રુપ બનાવો

Last Updated: 03:32 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

WhatsAppએ ગ્રુપ ચેટ્સ માટે ત્રણ નવા ફીચર્સ રજૂ કર્યા છે. હવે યુઝર્સ પોલ માટે સમયમર્યાદા નક્કી કરી શકશે, @all મેન્શનનો ઉપયોગ કરીને એકસાથે તમામ સભ્યોને નોર્ટિફાઇ કરી અને જૂના ગ્રુપના આધારે નવું ગ્રુપ બનાવી શકશે.

1/5

photoStories-logo

1. WhatsAppએ નવા ફીચર્સની જાહેરાત કરી

જો તમે મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. WhatsAppએ મોટા ગ્રુપ ચેટ્સને સરળ અને વધુ વ્યવસ્થિત બનાવવા માટે રચાયેલ અનેક નવા ફીચર્સની જાહેરાત કરી છે. હવે યુઝર્સ પોલ્સ માટે સમયમર્યાદા નક્કી કરી શકશે અને ઈચ્છે તો મતદારોની ઓળખ છુપાવી પણ શકશે. આ ઉપરાંત @all મેન્શન ફીચર અને હાલના ગ્રુપમાંથી નવું ગ્રુપ બનાવવાનો વિકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પોલ ફીચર થયુ પહેલાથી વધારે સ્માર્ટ

કંપનીના જણાવ્યા અનુસાર, આ તમામ ફીચર્સ આગામી થોડા અઠવાડિયામાં તબક્કાવાર રીતે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. WhatsApp એ તેના 'પોલ' ફીચરને વધુ ઉપયોગી બનાવવા માટે કેટલાક નવા ફેરફારો કર્યા છે. હવે યુઝર્સ કોઈપણ પોલ માટે મતદાનની ડેડલાઇન નક્કી કરી શકે છે. નિર્ધારિત સમય પૂરો થતાં જ મતદાન આપમેળે બંધ થઈ જશે. આ ઉપરાંત, પોલ બનાવતી વખતે મતદારોના નામ છુપાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે, જેનાથી સભ્યો વધુ ખાનગી રીતે પોતાની પસંદગી વ્યક્ત કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. @ઓલ મેંશનથી એક સાથે પહોંચશે જરુરી મેસેજ

કંપનીએ એમ પણ જણાવ્યું છે કે પોલ બનાવનાર વ્યક્તિ તેને પોસ્ટ કર્યાની 15 મિનિટની અંદર પ્રશ્નમાં ફેરફાર કરી શકશે. આનાથી માત્ર જોડણીની ભૂલ સુધારવા કે કોઈ વિકલ્પને સ્પષ્ટ કરવા માટે નવો પોલ બનાવવાની જરૂરિયાત રહેતી નથી. WhatsAppએ ગ્રુપ ચેટ્સ માટે @all મેન્શન ફીચર શરુ કર્યું છે. આનાથી યૂઝર્સ મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટે ગ્રુપના તમામ સભ્યોને એકસાથે ટેગ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. યુઝર્સે ગ્રુપને મ્યૂટ કર્યું હોય તો

કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચર મહત્વપૂર્ણ માહિતી શેર કરવા માટે બનાવવામાં આવી છે. જેમ કે, ઓફિસ કે શાળા બંધ રહેવા અંગેની સૂચનાઓ, કાર્યક્રમોની યાદ અપાવતી સૂચનાઓ અથવા છેલ્લી ઘડીએ શેડ્યુલમાં થતા ફેરફારો થશે. 32થી વધુ સભ્યો ધરાવતા ગ્રુપમાં, માત્ર એડમિન જ @all મેન્શનનો ઉપયોગ કરી શકશે. જો યુઝર્સે ગ્રુપને મ્યૂટ કર્યું હોય તો પણ તેમને @all નોટિફિકેશન મળી શકે છે. જોકે, તેઓ એપની નોટિફિકેશન સેટિંગ્સ દ્વારા આ સૂચનાઓને પણ મ્યૂટ કરવાનું પસંદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. જૂના ગ્રુપથી તરત બનશે નવુ ગ્રુપ

વોટ્સએપએ એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે જે યૂઝર્સને હાલના ગ્રુપમાંથી જ સીધું નવું ગ્રુપ બનાવવાની સુવિધા આપે છે, જેનાથી સભ્યોને ફરીથી એક-એક કરીને ઉમેરવાની જરૂરિયાત રહેતી નથી. કંપનીનું કહેવું છે કે આ ફીચર ચોક્કસ વિષયો પર અલગ ચર્ચાઓ શરૂ કરવામાં, કાર્યક્રમોની તૈયારી કરવામાં, સરપ્રાઈઝ પાર્ટીઓનું આયોજન કરવામાં અથવા અમુક વાતચીતને મુખ્ય ગ્રુપથી અલગ રાખવામાં મદદરૂપ થશે. વોટ્સએપના જણાવ્યા અનુસાર, ગ્રુપ ચેટના આ નવા ફીચર્સ ધીરે ધીરે જારી કરવામાં આવ્યા છે અને આગામી અઠવાડિયાઓમાં તે તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rolling Out Poll Deadlines WhatsApp New Group Chat Creation Features
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ