બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લાઇસન્સ Expire થયા બાદ અકસ્માત થયો તો વીમો મળશે કે નહીં? જાણો Insurance Claimનો આ મહત્વનો નિયમ

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / લાઇસન્સ Expire થયા બાદ અકસ્માત થયો તો વીમો મળશે કે નહીં? જાણો Insurance Claimનો આ મહત્વનો નિયમ

Last Updated: 04:28 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવે દરેક વાહન ચાલકે પોતાનું લાઇસન્સ સમયસર રિન્યુ કરાવીને કાનૂની અને આર્થિક જોખમથી બચવું જોઈએ. કેમ કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અકસ્માત વખતે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો વીમા કંપની વળતર આપવા માટે જવાબદાર નહી ગણાય.

1/5

photoStories-logo

1. લાઇસન્સ રિન્યુ

ભારતમાં કોઈ પણ વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે. આ લાઇસન્સ મર્યાદિત સમય માટે જ અપાય છે અને તેની મુદત પૂરી થયા પછી તેને રિન્યુ કરાવવું પડે છે. પરંતુ ઘણા લોકો લાઇસન્સ રિન્યુ કરાવ્યા વગર જ વાહન ચલાવતા રહે છે. હવે આવા લોકોને સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેનો અસર દરેક વાહન ચાલક પર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?

જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, જો અકસ્માતના સમયે વાહન ચાલક પાસે માન્ય કે રિન્યુ કરેલું ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો વીમા કંપની વળતર આપવા માટે જવાબદાર રહેશે નહીં. આવી સ્થિતિમાં વાહન માલિક અને ચાલક પર ભારે આર્થિક બોજ આવી શકે છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને દેશભરમાં માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સના મહત્વ અંગે જાગૃતિ અભિયાન ચલાવવા તેમજ લાઇસન્સ બનાવવા અને રિન્યુ કરાવવાની પ્રક્રિયા સરળ બનાવવા પણ નિર્દેશ આપ્યા છે. સાદા શબ્દોમાં કહીએ તો, જો લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હોય અને સમયસર રિન્યુ ન કરાવ્યું હોય તો અકસ્માત થાય ત્યારે વળતર પોતાની જેબમાંથી ભરવું પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ડ્રાઇવિંગ સ્કૂલોમાં સુધારાની જરૂર

સુપ્રીમ કોર્ટે દેશમાં ડ્રાઇવિંગ સ્કૂલોની વ્યવસ્થા સુધારવાની પણ જરૂરિયાત દર્શાવી છે. કોર્ટના મતે ડ્રાઇવિંગ સ્કૂલોની ગુણવત્તા વધારવી જોઈએ અને તેમની ફી સામાન્ય લોકોની પહોંચમાં હોવી જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સના અરજી અને ટેસ્ટ પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ થવા જોઈએ, જેથી વધુને વધુ લોકો સરળતાથી લાઇસન્સ બનાવી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કયા કેસમાં આવ્યો આ ચુકાદો?

આ ચુકાદો વર્ષ 2009ના એક રોડ અકસ્માતના કેસની સુનાવણી દરમિયાન આવ્યો હતો. આ કેસમાં ઓમ પ્રકાશ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવેલા વાહને એક દ્વિચક્રી વાહનને અથડાવ્યું હતું. અકસ્માતના સમયે ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘણા સમય પહેલાં જ એક્સપાયર થઈ ગયું હતું અને તે પછીથી રિન્યુ કરાવવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે વીમા કંપનીને વળતર આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ ચુકાદાને રદ કરી દીધો અને કહ્યું કે અકસ્માતના સમયે માન્ય લાઇસન્સ ન હોય તો વીમા કંપનીને જવાબદાર ઠેરવી શકાય નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વાહન ચાલકો માટે શું છે શીખ?

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી દરેક વાહન માલિક અને ચાલક માટે જરૂરી બની ગયું છે કે તેઓ પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા વખતોવખત તપાસતા રહે. જો લાઇસન્સની મુદત પૂરી થવાની નજીક હોય તો સમયસર તેને રિન્યુ કરાવી લો. આમ નહીં કરવાથી અકસ્માતની સ્થિતિમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે અને ભારે વળતર પણ પોતાની જેબમાંથી આપવું પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court vehicle driving license
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ