બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મહિલાએ છાતી પર બાંધ્યાં ડ્રગ્સના પેકેટ, તસ્કરીનો કીમિયો જાણીને પોલીસ ચકરાવે ચડી, વડોદરા પોલીસે ખતમ કર્યો કાળો કારોબર

વડોદરા / મહિલાએ છાતી પર બાંધ્યાં ડ્રગ્સના પેકેટ, તસ્કરીનો કીમિયો જાણીને પોલીસ ચકરાવે ચડી, વડોદરા પોલીસે ખતમ કર્યો કાળો કારોબર

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 05:00 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા પોલીસે એક કપલને લાખો રુપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડી પાડ્યાં છે અને નશાનો કાળો કારોબાર ખતમ કર્યો છે.

ડ્રગ્સના કાળા કારોબાર સામે વડોદરા પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશથી કરોડોના નશાના નેટવર્કને જીવંત રાખવા નીકળેલા દંપતીની હરણી પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે એવો કીમિયો અપનાવ્યો કે પ્રથમ નજરે કોઈને શંકા પણ ન જાય.

મહિલાની છાતીએ બાંધેલા હતા ડ્રગ્સના પેકેટ

મધ્યપ્રદેશથી નીકળેલ દંપતી વડોદરા આવતા પોલીસે સ્કોર્પિયો કારને રોકીને તપાસ હાથ ધરી હતી.. જો કે પોલીસને શંકા જતા કારમાં સવાર મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના ઐયુબખાન જમાનખાન અને તેની પત્ની નાઝમીનની તલાશી લેતાં પોલીસ પણ ક્ષણભર ચોંકી ઉઠી હતી. આરોપી નાઝમીને પોતાની છાતી પર એક કિલોથી વધુ વજનના મેફેડ્રોનના પેકેટ બાંધી રાખ્યા હતા. તપાસમાં ખુલાસો થયો કે બંને આરોપીઓ મંદસૌરના જાફર પાસેથી 7 લાખ રૂપિયામાં કુલ 1 કિલો 396 ગ્રામ 710 મિલીગ્રામ એમડી ડ્રગ્સ લઈને અમદાવાદના રવિને પહોંચાડવા નીકળ્યા હતા. ત્યારે રવિ વડોદરામાં આવી આ જથ્થાની ડિલિવરી લેવાનો હતો તેવું પણ તપાસમાં સામે આવ્યું છે .

વધુ વાંચો : એલર્ટ! ગુજરાતમાં ફેલાઈ રહી છે આ બીમારી, કેન્દ્ર સરકારે તાબડતોબ લીધું મોટું એક્શન, સાચવજો બધા

1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

લાખો રૂપિયાના ડ્રગ્સ લઈને નીકળેલ દંપતિનો પોલીસે ખેલ ઊંધો પાડી અંદાજે 41 લાખ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો અને સ્કોર્પિયો કાર સહિત કુલ 57 લાખ 19 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં હવે પોલીસ નો હેતુ મંદસૌરના જાફર અને અમદાવાદના રવિ સહિત સમગ્ર ડ્રગ્સ સપ્લાય ચેઇન સુધી પહોંચવાનો છે. આ નેટવર્કમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદાના સંકજામાં માં લાવવા માટે તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat news vadodara news vadodara

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ