બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરેન્દ્રનગરની આ દીકરી બનશે 15મી ઓગસ્ટે 'વિશેષ અતિથિ', દિલ્હી લાલ કિલ્લા સમારોહનું આમંત્રણ મળ્યું
Last Updated: 04:21 PM, 5 August 2026
ગુજરાતની વધુ એક દીકરી રાષ્ટ્રીય કક્ષાએ ચમકી છે. સુરેન્દ્રનગરની 'સોલર ગર્લ' તરીકે જાણીતી પાયલ મુંજપરા રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્રતા દિવસની વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે. ધ્રાંગધ્રાના ભરાડા ગામની પાયલને લાલ કિલ્લા સમારોહનું આમંત્રણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે PMના 'મન કી બાત'માં પણ પાયલનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર યોજનારા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તે વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે.
ADVERTISEMENT
પાયલને ભારત સરકાર તરફથી મળ્યું આમંત્રણ
પાયલને 'જન ભાગીદારી' અભિયાન હેઠળ ભારત સરકાર તરફથી આમંત્રણ મળ્યું છે જે સુરેન્દ્રનગર જ નહીં પરંતુ ગુજરાત માટે પણ ગૌરવની વાત છે.
ADVERTISEMENT
મહિલા સશક્તિકરણનું ઉદાહરણ
ADVERTISEMENT
પાયલ મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બની છે. તેને હરિત ઊર્જા અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ સન્માન પણ મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.