બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / TVSના 3 પોપ્યુલર સ્કૂટર મોંઘા થયા! Jupiter અને Ntorq ખરીદતા પહેલાં નવી કિંમત જરૂર જોઈ લો

photo-story

7 ફોટો ગેલેરી

TVS Scooters Price Hike / TVSના 3 પોપ્યુલર સ્કૂટર મોંઘા થયા! Jupiter અને Ntorq ખરીદતા પહેલાં નવી કિંમત જરૂર જોઈ લો

Last Updated: 03:30 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે નજીકના સમયમાં TVSનું નવું સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. TVS Motor Companyએ તેના સૌથી લોકપ્રિય સ્કૂટરના ભાવમાં વધારો કર્યો છે.

1/7

photoStories-logo

1. TVSના 3 પોપ્યુલર સ્કૂટર મોંઘા થયા!

કંપનીએ Jupiter 110, Jupiter 125 અને Ntorq 125ના પસંદગીના વેરિઅન્ટ્સની નવી કિંમતો જાહેર કરી છે. ભાવ વધ્યા હોવા છતાં સ્કૂટરના એન્જિન અથવા અન્ય મિકેનિકલ ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાલો જાણીએ કયા સ્કૂટરના કયા વેરિઅન્ટની કિંમતમાં કેટલો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. TVSએ ત્રણ લોકપ્રિય સ્કૂટરના ભાવ વધાર્યા

TVS Motor Companyએ દિલ્હી એક્સ-શોરૂમ કિંમતો મુજબ Jupiter 110, Jupiter 125 અને Ntorq 125ના કેટલાક વેરિઅન્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. Jupiter 110માં મહત્તમ ₹1,950, Jupiter 125માં ₹2,400 અને Ntorq 125ના પસંદગીના વેરિઅન્ટ્સમાં ₹850 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ માત્ર કિંમતોમાં ફેરફાર કર્યો છે, જ્યારે સ્કૂટરના મિકેનિકલ સ્પેસિફિકેશન અગાઉ જેવા જ રાખવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. Jupiter 110ની નવી કિંમતો

Jupiter 110ના તમામ વેરિઅન્ટ્સ હવે અગાઉ કરતાં મોંઘા થયા છે. Drum વેરિઅન્ટ હવે ₹73,975માં મળશે, જેમાં ₹575નો વધારો થયો છે. Drum Alloyની નવી કિંમત ₹79,475 થઈ છે, જ્યારે Drum SXC ₹83,775, Disc SXC ₹86,375 અને Special Edition ₹88,850માં ઉપલબ્ધ રહેશે. સૌથી વધુ ₹1,950નો વધારો સ્પેશિયલ એડિશન વેરિઅન્ટમાં કરવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં 113.3ccનું એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 7.91 bhp પાવર અને 9.80 Nm ટોર્ક જનરેટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. Jupiter 125માં સૌથી વધુ વધારો

Jupiter 125ના Drum Alloy વેરિઅન્ટની કિંમતમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. આ વેરિઅન્ટ હવે ₹81,100માં મળશે, એટલે કે તેમાં ₹2,400નો વધારો થયો છે. Disc વેરિઅન્ટની નવી કિંમત ₹86,110 છે, જ્યારે DT SXC ₹88,950 અને SmartXonnect ₹89,935માં ઉપલબ્ધ રહેશે. આ સ્કૂટરમાં 124.8ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.7 bhp પાવર અને 11.1 Nm ટોર્ક આપે છે. કંપનીએ આ મોડેલમાં પણ કોઈ મિકેનિકલ ફેરફાર કર્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. Ntorq 125ના બે વેરિઅન્ટ પણ મોંઘા

TVS Ntorq 125ના Disc અને Race Edition વેરિઅન્ટની કિંમતમાં ₹850નો વધારો કરવામાં આવ્યો છે. હવે Disc વેરિઅન્ટ ₹83,350માં મળશે, જ્યારે Race Editionની કિંમત ₹88,800 થઈ ગઈ છે. આ સ્કૂટરમાં 124.8ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 9.25 bhp પાવર અને 10.5 Nm ટોર્ક જનરેટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફીચર્સમાં કોઈ ફેરફાર નથી

કિંમતમાં વધારો થયો હોવા છતાં TVSએ ત્રણેય સ્કૂટરના ફીચર્સ અથવા મિકેનિકલ સેટઅપમાં કોઈ ફેરફાર કર્યો નથી. ખાસ કરીને Ntorq 125માં અગાઉની જેમ Bluetooth Connectivity, Turn-by-Turn Navigation અને Multiple Riding Modes જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. એટલે ગ્રાહકોને વધેલી કિંમત ચૂકવવી પડશે, પરંતુ ફીચર્સ અને પરફોર્મન્સ પહેલાની જેમ જ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ખરીદી પહેલાં નવી કિંમત જરૂર ચકાસો

જો તમે આગામી દિવસોમાં TVSનું Jupiter 110, Jupiter 125 અથવા Ntorq 125 ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો નવી એક્સ-શોરૂમ કિંમતો ધ્યાનમાં રાખીને જ બજેટ બનાવવું યોગ્ય રહેશે. નોંધનીય છે કે અહીં દર્શાવેલી તમામ કિંમતો દિલ્હી એક્સ-શોરૂમ મુજબની છે અને અલગ-અલગ શહેરોમાં ઓન-રોડ કિંમતમાં ફેરફાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TVS Jupiter 110 TVS Scooters Price Hike TVS Jupiter 125
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ