બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ₹2000થી વધુ UPI પેમેન્ટ પર ચાર્જની ચર્ચા! કોના પર લાગશે MDR અને કોને મળશે છૂટ? જાણો સંપૂર્ણ નિયમ
9 ફોટો ગેલેરી
Last Updated: 02:54 PM, 5 August 2026
1/9
હકીકતમાં કેન્દ્ર સરકારે સંસદમાં Payment and Settlement Systems (Amendment) Bill, 2027 રજૂ કર્યું છે, જેમાં Merchant Discount Rate (MDR) ફરી લાગુ કરવાની જોગવાઈ અંગે ચર્ચા કરવામાં આવી છે. જોકે આ નિયમ સામાન્ય UPI યુઝર્સ માટે નહીં પરંતુ મુખ્યત્વે વેપારીઓ અને મોટા વ્યાવસાયિક ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત છે. ચાલો સમગ્ર નિયમ સરળ ભાષામાં સમજીએ.
2/9
MDR એટલે Merchant Discount Rate. જ્યારે કોઈ ગ્રાહક UPI, ડેબિટ કાર્ડ અથવા અન્ય ડિજિટલ માધ્યમથી વેપારીને પેમેન્ટ કરે છે ત્યારે તે ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા માટે બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરને જે ફી ચૂકવવામાં આવે છે તેને MDR કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ચાર્જ ગ્રાહક નહીં પરંતુ વેપારી ચૂકવે છે.
3/9
સરકારના નવા પ્રસ્તાવ મુજબ ₹2000થી વધુના વ્યાવસાયિક (Merchant) ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવાની ચર્ચા છે. તેનો અર્થ એવો નથી કે જો કોઈ સામાન્ય વ્યક્તિ ₹2000થી વધુનું UPI પેમેન્ટ કરશે તો તેને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ મર્યાદા મુખ્યત્વે વેપારી વ્યવહારો માટે છે.
4/9
સામાન્ય ગ્રાહકો માટે હાલ કોઈ ફેરફાર નથી. તમે અગાઉની જેમ જ ₹2000થી વધુનું UPI પેમેન્ટ કોઈપણ વધારાના ચાર્જ વગર કરી શકશો. રોજિંદી ખરીદી જેમ કે દૂધ, શાકભાજી, કરિયાણું અથવા ઓટો-રિક્શા અને ટેક્સીનું ભાડું ચૂકવવામાં પણ કોઈ વધારાનો ચાર્જ લાગવાની શક્યતા નથી. એટલે સોશિયલ મીડિયા પર ચાલી રહી એવી વાત કે દરેક UPI યુઝરને ચાર્જ ચૂકવવો પડશે, તે સાચી નથી.
5/9
સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવ મુખ્યત્વે ₹2000થી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન અને મોટા વ્યાવસાયિક સંસ્થાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. બેંક, UPI સર્વિસ પ્રોવાઇડર, પેમેન્ટ સર્વિસ કંપનીઓ અને BHIM-UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ પર તેની અસર થઈ શકે છે. ગ્રાહકથી ગ્રાહક (Consumer to Consumer) વચ્ચે થતા UPI ટ્રાન્ઝેક્શન પર આ નિયમ લાગુ નહીં થાય.
6/9
હાલમાં સામાન્ય UPI યુઝર્સ એક દિવસમાં ₹1 લાખ સુધીનું પેમેન્ટ કરી શકે છે. જ્યારે હોસ્પિટલ, શિક્ષણ અને ટેક્સ જેવી કેટલીક વિશેષ કેટેગરીમાં આ મર્યાદા તેનાથી પણ વધુ હોય છે. એટલે ₹2000થી વધુનું પેમેન્ટ કરવાથી ગ્રાહકો માટે કોઈ નવી મર્યાદા કે ચાર્જ લાગશે નહીં.
7/9
સરકારે જાન્યુઆરી 2020થી UPI અને RuPay ડેબિટ કાર્ડ પર MDR ચાર્જ હટાવી દીધો હતો જેથી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી શકે. હવે પેમેન્ટ ઇકોસિસ્ટમ અને સર્વિસ પ્રોવાઇડર્સને થતા ખર્ચને ધ્યાનમાં રાખીને MDR ફરી લાગુ કરવાની ચર્ચા શરૂ થઈ છે. જોકે તેના અમલીકરણ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.
8/9
હાલમાં ચર્ચા મુજબ ₹2000થી વધુના વ્યાવસાયિક ટ્રાન્ઝેક્શન પર 0.25 ટકાથી 0.40 ટકા સુધી MDR વસૂલવામાં આવી શકે છે. એટલે અંદાજે 25થી 30 બેસિસ પોઈન્ટ્સ જેટલો ચાર્જ લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ દર અને તેને ક્યારથી અમલમાં મૂકવામાં આવશે તે અંગે સરકારે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી.
9/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ