બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / USમાં અભ્યાસનું સપનું મુશ્કેલ? ભારતીય વિદ્યાર્થીઓને મળતા US Student Visaને લઈ થયો મોટો ખુલાસો
Last Updated: 07:10 PM, 6 August 2026
અમેરિકામાં 2024-25માં લગભગ ત્રણ લાખ વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો કર્યા બાદ અસ્થાયી રોજગાર મેળવ્યો હતો. આ સમયે વિદ્યાર્થી વીઝાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આવા જ આંકડા સાથે એક નવી રિપોર્ટ સામે આવી છે જેમાં ઓપ્શનલ પ્રેક્ટીકલ ટ્રેઈનીંગ (ઓપીટી) કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આવાસ અધ્યયન કેન્દ્ર (સીઆઈએસ)ના સીનીયર કાનૂની ફેલો જોર્જ ફિશમેન દ્વારા તૈયાર કરાયેલી આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2025માં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા અમેરિકન વિદ્યાર્થી વીઝાની સંખ્યા 2024ની સરખામણીમાં 62 ટકા ઘટી ગઈ છે. આ ઘટાડો અમેરિકન વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચીની વિદ્યાર્થીઓના વીઝામાં પણ 34 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2025માં ચીનના વિદ્યાર્થીઓને 40034 વીઝા આપવામાં આવ્યા, જ્યારે 2024માં આ સંખ્યા 61075 હતી. ભારતીય નાગરિકોને 2025માં માત્ર 22149 વિદ્યાર્થી વીઝા મળ્યા, જ્યારે 2024માં આ આંકડો 58694 હતો.
આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા (આઈઆઈઈ)ની વાર્ષિક ગણતરી મુજબ 2024-25 ના શૈક્ષણિક સત્રમાં અમેરિકાના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 1,177,766 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમાંથી 3,63,019 વિદ્યાર્થીઓ ભારત અને 2,65,919 વિદ્યાર્થીઓ ચીનથી આવ્યા હતા. બંને દેશોના વિદ્યાર્થીઓ મળીને કુલ વિદેશી વિદ્યાર્થીઓના 53 ટકા હતા.
ADVERTISEMENT
આ રિપોર્ટમાં આઈઆઈઈના આંકડાનો હવાલો આપતાં કહેવામાં આવ્યું છે કે 2024-25 માં અમેરિકામાં અભ્યાસ કરતા 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 2,94,253 વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા બાદ ઓપીટી કાર્યક્રમ હેઠળ અમેરિકામાં કામ કરી રહ્યા હતા. આમાં 49 ટકા (1,43,740) ભારતીય અને 21 ટકા (61,981) ચીની વિદ્યાર્થીઓ હતા.
આ અંગે જોર્જ ફિશમેને સ્પષ્ટ કહ્યું કે, “હું ઓપીટી કાર્યક્રમને સમાપ્ત કરવાની હિમાયત કરતો રહ્યો છું જેથી અમેરિકન વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના પગાર તથા રોજગારના અવસરોની રક્ષા થઈ શકે.” તેમને ઉમેર્યું કે જો આ કાર્યક્રમ બંધ ન પણ થાય તો પણ ભારત અને ચીનથી આવતા ઓપીટી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાથી અમેરિકનો પર તેની નકારાત્મક અસર ઘટશે કેમ કે આ બંને દેશોના વિદ્યાર્થીઓની ઓપીટીમાં સૌથી મોટી હિસ્સેદારી છે.
ADVERTISEMENT
સીઆઈએસની રિપોર્ટમાં મેથી ઓગસ્ટની અવધિને આધાર બનાવવામાં આવી છે, કારણ કે આગામી શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને એફ-1 વિદ્યાર્થી વીઝાનો મોટો ભાગ આ જ મહિનાઓમાં ઈશ્યુ થાય છે. 2024માં ભારતીય નાગરિકોને આપવામાં આવેલા 77 ટકા અને ચીની નાગરિકોને આપવામાં આવેલા 76 ટકા એફ-1 વીઝા આ જ પિરિયડમાં ઈશ્યુ થયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.