બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 12 કે 13 ઓગસ્ટ? સૂર્યગ્રહણની તારીખને લઈને મૂંઝવણ દૂર કરો, જાણો ક્યારે લાગશે વર્ષનું છેલ્લું ગ્રહણ

photo-story

6 ફોટો ગેલેરી

Surya Grahan 2026 / 12 કે 13 ઓગસ્ટ? સૂર્યગ્રહણની તારીખને લઈને મૂંઝવણ દૂર કરો, જાણો ક્યારે લાગશે વર્ષનું છેલ્લું ગ્રહણ

Last Updated: 04:30 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Surya Grahan 2026: સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જેને વૈજ્ઞાનિક અને જ્યોતિષીય બંને દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નોંધનીય છે કે, વર્ષનું બીજું સૂર્યગ્રહણ 'હરિયાળી અમાવસ્યા'ના દિવસે થશે. વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ, 2026ના રોજ થવાનું છે.

1/6

photoStories-logo

1. ક્યારે છે સૂર્યગ્રહણ ?

12 ઓગસ્ટે થનારા સંપૂર્ણ સૂર્યગ્રહણ વિશે જાણવા માટે સૌ કોઈ જાણવા માંગે છે. ભારતમાં આ ગ્રહણ શ્રાવણ શિવરાત્રી એટલે કે 11 ઓગસ્ટની આસપાસના સમયગાળા દરમિયાન આવી રહ્યું છે, તેથી તેની ચોક્કસ તારીખ અને સમય જાણવો મહત્વપૂર્ણ છે. 'દ્રિક પંચાંગ' અનુસાર, આ સંપૂર્ણ સૂર્યગ્રહણ બુધવાર, 12 ઓગસ્ટ 2026ના રોજ શરૂ થશે. જોકે, તેનો અંતિમ તબક્કો મધ્યરાત્રિ પછી પણ ચાલુ રહેશે અને 13 ઓગસ્ટની સવારે પૂર્ણ થશે. આ એક દુર્લભ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે, જેને ખગોળીય અને જ્યોતિષીય બંને દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કેટલા વાગે શરુ થશે સૂર્ય ગ્રહણ?

ભારતીય માનક સમય અનુસાર, આ ગ્રહણ 12 ઓગસ્ટના રોજ રાત્રે 9:04 વાગ્યે શરૂ થશે અને 13 ઓગસ્ટના રોજ વહેલી સવારે 1:27 વાગ્યે સમાપ્ત થશે. સંપૂર્ણ સૂર્યગ્રહણ રાત્રે 10:28 વાગ્યે દૃશ્યમાન થશે અને રાત્રે 11:16 વાગ્યે તે તેની ચરમસીમા પર હશે. ગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક, 23 મિનિટ અને 40 સેકન્ડનું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. શું હોય છે પૂર્ણ સૂર્ય ગ્રહણ?

જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે માત્ર સૂર્યના કોરોનાના પ્રકાશ જ દૃશ્યમાન થાય છે. તમે કોઈપણ સાધન વિના, નરી આંખે આ જોઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શું ભારતમાં દેખાશે આ સૂર્ય ગ્રહણ?

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, 12 ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. તેના બદલે, તે ઉત્તર રશિયા, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને સ્પેન તથા પોર્ટુગલના કેટલાક ભાગોમાં જોવા મળશે. આ ઉપરાંત, યુરોપના મોટા ભાગો, કેનેડાનો મોટાભાગનો વિસ્તાર, ઉત્તર અમેરિકાના કેટલાક ભાગો અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકામાં આ ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ તરીકે જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સૂતક કાળના નિયમ અને ધાર્મિક માન્યતા

શાસ્ત્રો અનુસાર, સૂર્યગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં 'સૂતક' કાળ શરૂ થાય છે. જોકે, ધાર્મિક નિયમો મુજબ સૂતક કાળ માત્ર એવા સ્થળોએ જ લાગુ પડે છે જ્યાં ગ્રહણ સીધું જોઈ શકાતું હોય. ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોવાથી, આ દિવસે સૂતક કાળ પાળવામાં આવશે નહીં. મંદિરોના દ્વાર હંમેશની જેમ ખુલ્લા રહેશે અને પૂજા-અર્ચના, શુભ કાર્યો કે દૈનિક ધાર્મિક વિધિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. જ્યોતિષી પ્રભાવ

જોકે આ ગ્રહણ કદાચ ભારતમાં દૃશ્યમાન ન હોય, તેમ છતાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય અને અન્ય ગ્રહોનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર સૂક્ષ્મ પ્રભાવ પાડે છે. મેષ, સિંહ અને ધન રાશિના જાતકો માટે કારકિર્દીમાં પ્રગતિ અને આર્થિક લાભની નવી તકો ઊભી થઈ શકે છે. બીજી તરફ, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોએ નાણાકીય વ્યવહારો અને સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

surya grahan 2026 visibility in india sutak kaal niyam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ