બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મકાન માલિક ડિપોઝિટ પરત નથી આપતા? ક્યારે પૈસા કાપી શકે અને તમારો હક કેવી રીતે મેળવશો, જાણો સંપૂર્ણ નિયમ

photo-story

7 ફોટો ગેલેરી

Rent Security Deposit / મકાન માલિક ડિપોઝિટ પરત નથી આપતા? ક્યારે પૈસા કાપી શકે અને તમારો હક કેવી રીતે મેળવશો, જાણો સંપૂર્ણ નિયમ

Last Updated: 03:57 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો મકાન ખાલી કર્યા પછી તમારો મકાનમાલિક તમારું એડવાન્સ ભાડું કે સિક્યુરિટી ડિપોઝિટ પાછી ન આપતો હોય, તો ગભરાવાની જરૂર નથી. પહેલા જાણી કે કયા સંજોગોમાં મકાનમાલિક રકમ કાપી શકે છે, તમારા કાનૂની અધિકારો શું છે અને તમારા પૈસા પાછા મેળવવા માટે તમારે કયા પગલાં લેવા જોઈએ?

1/7

photoStories-logo

1. મકાન માલિક ડિપોઝિટ પરત કરવાનો ઇનકાર કરે તો

મોટાભાગના ભાડૂઆતો ભાડાની મિલકતમાં રહેવા જતાં પહેલાં મકાનમાલિકને સિક્યોરિટી ડિપોઝિટ અથવા અગાઉથી ભાડું ચૂકવે છે. આ રકમ ઘણીવાર એક મહિનાના ભાડા જેટલી હોય છે, જોકે ઘણા કિસ્સાઓમાં તે 2 થી 6 મહિનાના ભાડા જેટલી પણ હોઈ શકે છે. જોકે, સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે મિલકત ખાલી કર્યા પછી મકાનમાલિક આ રકમ પાછી આપવાનો ઇનકાર કરે અથવા મનસ્વી રીતે તેમાંથી રકમ કાપી લે. જો તમે આવી પરિસ્થિતિનો સામનો કર્યો હોય, તો ગભરાવાની જરૂર નથી. કાયદો તમને અમુક અધિકારો આપે છે જે તમારા પૈસા પાછા મેળવવામાં મદદ પણ કરીશકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. એડવાન્સ ભાડુ અને સિક્યોરિટી ડિપોઝિટમાં શું અંતર છે ?

કોર્ટના વકીલ અનુસાર, સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે 'એડવાન્સ રેન્ટ' અને 'સિક્યોરિટી ડિપોઝિટ' એ એક જ વસ્તુ નથી. એડવાન્સ રેન્ટ એટલે ભવિષ્યના મહિનાઓના ભાડા પેટે અગાઉથી ચૂકવવામાં આવતી રકમ. બીજી તરફ સિક્યોરિટી ડિપોઝિટ મિલકતની સુરક્ષા માટે લેવામાં આવે છે, જેથી ભાડૂઆત દ્વારા થયેલા કોઈપણ નુકસાન અથવા બાકી રહેલા બિલની ભરપાઈ કરી શકાય. જો તમે ઘરને સારી સ્થિતિમાં ખાલી કરો અને તમામ બિલોની ચૂકવણી કરી દીધી હોય, તો મકાનમાલિકે સિક્યોરિટી ડિપોઝિટ પાછી આપવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કઇ પરિસ્થિતિઓમાં મકાન માલિક પૈસા કાપી શકે છે?

દરેક કપાત ગેરવાજબી હોતી નથી. અમુક સંજોગોમાં મકાનમાલિક રકમ કાપી શકે છે. જેમ કે જ્યારે મિલકતને જાણીજોઈને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય, વીજળી, પાણી કે મેન્ટેનન્સના બિલ બાકી હોય, ભાડું બાકી હોય અથવા ભાડાના કરારમાં સ્પષ્ટપણે કપાત અંગેની જોગવાઈ હોય. જોકે, સામાન્ય ઘસારા જેમ કે દીવાલના રંગમાં સહેજ ઝાંખાપણું આવવું અથવા રોજિંદા ઉપયોગને કારણે થતું સામાન્ય નુકસાનના આધારે સંપૂર્ણ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરી લેવી યોગ્ય ગણાતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સૌથી પહેલા શું કરવું?

જો મકાનમાલિક પૈસા પાછા ન આપતા હોય, તો પહેલાં તેમની સાથે શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કરો. ઘણીવાર વાતચીત દ્વારા મામલો ઉકેલી શકાય છે. વાતચીત દરમિયાન નીચેના દસ્તાવેજો અને રેકોર્ડ્સ સાથે રાખો: ભાડાનો કરાર, સિક્યુરિટી ડિપોઝિટની રસીદ અથવા બેંક વ્યવહારની વિગતો, ભાડું ચૂકવ્યાના રેકોર્ડ્સ, મિલકત ખાલી કરતી વખતે લીધેલા ફોટા કે વીડિયો, અને વીજળી તથા પાણીના બિલની ચુકવણીના પુરાવા...આ તમામ પુરાવા પછીથી ઉપયોગી સાબિત થશે. જો વારંવાર વિનંતી કરવા છતાં જો તમને પૈસા ન મળે, તો મકાનમાલિકને WhatsApp મેસેજ, ઈમેલ અથવા લેખિત નોટિસ મોકલો. તેમાં સ્પષ્ટપણે જણાવો કે તમે ક્યારે મિલકત ખાલી કરી હતી અને પરત મળવાપાત્ર રકમ કેટલી છે. લેખિત રેકોર્ડ હોવાથી, તમે પૈસાની માંગણી કરી હતી તે વાત પાછળથી સાબિત કરવી સરળ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કાનૂની નોટિસ પણ મોકલી શકો છો

જો મકાનમાલિક હજુ પણ પૈસા પાછા ન આપે, તો વકીલની મદદથી કાનૂની નોટિસ મોકલી શકાય છે. ઘણા કિસ્સાઓમાં, નોટિસ મળ્યા બાદ મકાનમાલિક પૈસા પાછા આપી દે છે, કારણ કે તેમને અહેસાસ થાય છે કે મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કોર્ટમાં પણ કરી શકો છો ફરીયાદ

જો નોટિસ આપ્યા પછી પણ મામલો ઉકેલાતો નથી, તો તમે તમારા દાવાને આધારે સંબંધિત દીવાની અદાલતમાં કેસ દાખલ કરી શકો છો. જો તેમાં સામેલ રકમ ઓછી હોય અને મુદ્દો ગ્રાહક સેવાઓને લગતો હોય, તો સંજોગોને ધ્યાનમાં રાખીને કાનૂની સલાહ લીધા બાદ તમે યોગ્ય ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ભવિષ્યમાં આ વાતોનું રાખો ધ્યાન

આવી સમસ્યાઓથી બચવા માટે, શરૂઆતથી જ કેટલીક સાવચેતીઓ રાખો. હંમેશાં લેખિત ભાડા કરાર તૈયાર કરાવો. રોકડને બદલે બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવણી કરો. સિક્યોરિટી ડિપોઝિટ માટેની રસીદ મેળવવાની ખાતરી કરો. મિલકતમાં રહેવા જતી વખતે અને ત્યાંથી નીકળતી વખતે ફોટા અને વીડિયો લો. ઘર ખાલી કરતી વખતે, મકાનમાલિક પાસેથી લેખિત પુષ્ટિ મેળવવાનો પ્રયાસ કરો કે મિલકત સારી સ્થિતિમાં સોંપવામાં આવી છે. જો તમે સમયસર ભાડું ચૂકવ્યું હોય, મિલકતને કોઈ નુકસાન ન પહોંચાડ્યું હોય અને તમામ બિલોની ચુકવણી કરી દીધી હોય, તો તમે રિફંડ મેળવવા માટે હકદાર છો. આવી પરિસ્થિતિમાં ગભરાવાને બદલે, તમારા તમામ દસ્તાવેજો વ્યવસ્થિત રાખો, પહેલાં વાતચીત દ્વારા મામલો ઉકેલવાનો પ્રયાસ કરો અને જરૂર જણાય તો કાનૂની કાર્યવાહી કરો. યોગ્ય માહિતી અને પુરાવા તમારી રકમ પાછી મેળવવાનું કામ ઘણું સરળ બનાવે છે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

advance rent back legal rights security deposit landlord not returning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ