બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે પરણિતા સાથે માણ્યું 'શરીર સુખ', ગર્ભવતી કરીને છોડી, 14 લાખ પડાવ્યાં

ક્રાઈમ / અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે પરણિતા સાથે માણ્યું 'શરીર સુખ', ગર્ભવતી કરીને છોડી, 14 લાખ પડાવ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 04:41 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરે તરીકે ફરજ બજાવી રહેલા એક ડોક્ટરનો મોટો કાંડ સામે આવ્યો છે. તેની પ્રેમિકાએ પોલીસમાં ફરિયાદ લખાવીને તેના પાપનો ભાંડો ફોડ્યો છે.

પ્રેમ અને વિશ્વાસના સંબંધને કલંકિત કરતો એક ચોંકાવનારો કેસ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. શાહીબાગ પોલીસે મૂળ બોટાદના અને સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર રાહુલ આહિરગામાની દુષ્કર્મ અને છેતરપિંડી કેસમાં ધરપકડ કરી છે. પરિણિત મહિલાએ નોંધાયેલી ફરીયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે 2023માં તે આરોપ રાહુલ સાથે સંપર્કમાં આવી હતી. મને વિશ્વાસમાં લઈને પ્રેમજાળમાં ફસાવી હતી.

60 લાખ હારી ગયો કહીને 14 લાખ પડાવ્યાં

આરોપીએ ઓનલાઈન ગેમમાં 60 લાખ રૂપિયા હારી ગયો હોવાની વાત કહી પ્રેમિકા પાસે આર્થિક મદદ માંગી હતી. અને ડોક્ટરની નોકરી મળ્યા બાદ તમામ રૂપિયા પરત આપવાની ખાતરી આપતા મહિલાએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. જેથી મહિલાએ પ્લોટ અને સોનાનો હાર ગીરો મૂકી તેમજ ઓળખીતાઓ પાસેથી ઉછીના મેળવી કુલ 14 લાખ 30 હજાર રૂપિયા આરોપીને આપ્યા હતા. જોકે બાદમાં આરોપીએ રૂપિયા પરત ન આપતા મહિલાએ વિશ્વાસઘાત થયાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે

લગ્નની લાલચ આપીને સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી

મહિલાએ વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે કે આરોપીએ લગ્ન કરવાની ખાતરી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને બાદમાં ગર્ભવતી બનાવી ત્યજી દીધી હતી.. આ ફરિયાદને લઈને શાહીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

વધુ વાંચો : મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઉકેલાયું! કોઈ ચમત્કાર નહીં પણ... વૈજ્ઞાનિકોએ જણાવ્યું ‘આર્ટિઝન કંડિશન’ કારણ

કોણ છે આરોપી ડોક્ટર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી રાહુલ આહીરગામા મૂળ બોટાદનો રહેવાસી છે અને સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોકટર તરીકે ફરજ બજાવે છે.. જ્યારે ફરિયાદી મહિલા પરણિત અને બે બાળકોની માતા છે. અને બંને પારિવારિક સંબંધમાં થાય છે. માર્ચ 2026માં અમદાવાદમાં લીવ ઇન રિલેશનશિપ માં રહેવા લાગ્યા હતા પરંતુ તેઓ વચ્ચે પૈસાની લેતીદેતિને લઈને મતભેદ શરૂ થયા હતા અને આ દરમિયાન મહિલા ગર્ભવતી થતાં આરોપીએ તેને છોડી મૂકી હતી. શાહીબાગ પોલીસે દુષ્કર્મ અને છેતરપીંડી કેસમાં ડોકટર વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Crime Ahmedabad civil hospital

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ