બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / બગદાણાવાળા બજરંગદાસ બાપાના આશ્રમની લોકોને અપીલ, AI, રીલ્સના ઉપયોગ અંગે કરી વાત
Last Updated: 04:21 PM, 6 August 2026
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને AI ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે સંત શ્રી બજરંગદાસ બાપા વિશે ફેલાવવામાં આવતી કાલ્પનિક વાતો અને બનાવટી ચિત્રો એક અત્યંત ગંભીર બાબત છે. પૂજ્ય બાપાનું સમગ્ર જીવન પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રત્યેની અગાધ શ્રદ્ધા, અખંડ સીતારામ જાપ, સરળતા અને બગદાણા ધામમાં સદાવ્રત જેવી પરમ સેવાભાવના પર આધારિત હતું.
ADVERTISEMENT
🚨 શ્રદ્ધાના નામે ક્યાંક આપણે પૂજ્ય બાપાનું સાચું સ્વરૂપ તો નથી ભૂંસી રહ્યા ને?
— Bapasitaram Temple (@bagdanatemple) August 5, 2026
સોશિયલ મીડિયા પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી બનેલા પૂજ્ય બજરંગદાસ બાપાના કાલ્પનિક ફોટા/વિડીયો શેર ન કરવા બગદાણા આશ્રમની દરેક ભક્તને બે હાથ જોડીને નમ્ર અપીલ છે.
સંતો એ કોઈ કલ્પનાનો વિષય નથી.… pic.twitter.com/QHnZ9jUsn9
બગદાણા આશ્રમે પોસ્ટ બહાર પાડી
ADVERTISEMENT
બગદાણા આશ્રમે એક પોસ્ટ બહાર પાડીને કહ્યું કે બાપાએ કયારેય ચમત્કારોનો દાવો નથી કર્યો, પરંતુ પોતાની સાધના અને રામનામના બળે કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ આજે માત્ર વ્યુઝ અને લાઈકસ મેળવવાની ઘેલછામાં લોકો AI વડે કલ્પનાશીલ ફોટા અને મનઘડંત કહાનીઓ જોડીને રીલ્સ બનાવી રહ્યા છે, જે પૂજ્ય બાપાના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે મોટો અન્યાય છે.
AIથી બનેલા બજરંગદાસ બાપાના ફોટા શેર ન કરો
ADVERTISEMENT
બગદાણા આશ્રમે લોકોને અપીલ કરતા કહ્યું કે AIથી બનેલા બજરંગદાસ બાપાના ફોટા શેર ન કરો અને પૂજ્ય બાપાના મૂળ સ્વરુપને જાળવી રાખવું જોઈએ. બગદાણા આશ્રમે કહ્યું કાલ્પનિક વાર્તાઓથી બાપાની છબી વિકૃત ન કરો અને AI ફોટા અને મનઘડંત રીલ્સથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે આવનારી પેઢી સુધી
બાપાનો સાચો વારસો પહોંચાડવો જોઈએ.આશ્રમે એવું પણ કહ્યું કે સંતો શ્રદ્ધાનો વિષય છે, નહીં કે મનોરંજનનો.
ADVERTISEMENT
બાપાએ ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો નથી
આશ્રમે કહ્યું કે બજરંગદાસ બાપાએ ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો નહોતો. આશ્રમ વતી એવું પણ કહેવાયું કે ભક્તોએ બાપાનો સાચો ઈતિહાસ અને સાચી ભક્તિ જાળવી રાખવી જોઈએ.
ADVERTISEMENT
સંતો મનોરંજનનો નહીં શ્રદ્ધાનું પ્રતીક
આ પરિસ્થિતિમાં આપણી સૌની નૈતિક ફરજ બને છે કે આવી અવાસ્તવિક રીલ્સ કે ફોટાને આગળ શેર ન કરીએ અને તેને પ્રોત્સાહન આપવાનું બંધ કરીએ. સંતો એ કોઈ કલ્પના કે મનોરંજનનો વિષય નથી પણ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.