બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફાયર બ્રિગેડ હવે બનશે હાઈટેક, AI બોડી કેમેરા અને Live Trackingથી થશે રેસ્ક્યૂ ઓપરેશન
Last Updated: 04:24 PM, 6 August 2026
અમદાવાદમાં આગની ઘટનામાં હવે ફાયર બ્રિગેડ ક્યાં પહોંચી, કેટલા સમયમાં પહોંચશે અને અંદર શું સ્થિતિ છે તેની માહિતી કંટ્રોલરૂમમાં રિયલ ટાઇમમાં ઉપલબ્ધ થાય તેવી સ્માર્ટ ફાયર સિસ્ટમ તરફ એએમસીએ આગળ વધવા તરફ કામગીરી શરૂ કરી દીધી છે. સુરતમાં અમલમાં મુકાઈ રહેલી સ્માર્ટ ઇિન્ટગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ (SIMS) જેવી ટેક્નોલોજી હવે અમદાવાદ માટે પણ ચર્ચાનો વિષય બની છે. શહેરમાં વધતાં હાઇરાઇઝ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને જીઆઇડીસી વિસ્તારોમાં આગની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફાયર સેવાને સંપૂર્ણપણે ડિજિટલ અને એઆઈ આધારિત બનાવવાની જરૂરિયાત ઊભી થતાં આ દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
નવી વ્યવસ્થામાં દરેક ફાયર વાહનમાં જીપીએસ, જીઆઇએસ અને આઇઓટી આધારિત ટ્રેકિંગ રહેશે, જેથી ઈમર્જન્સી કોલ મળતાં જ કંટ્રોલરૂમ સૌથી નજીકનું ફાયર ટેન્ડર મોકલી શકશે. ઉબેર-ઓલા જેવી લાઇવ લોકેશન સિસ્ટમથી અધિકારીઓ વાહનની મૂવમેન્ટ સતત જોઈ શકશે અને જરૂરી હોય તો રસ્તામાં જ રૂટ બદલાવી શકશે.
આ પણ વાંચો- બાળકના એક જવાબથી 6.56 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, જાણો બાળકે એવું તો શું કહ્યું કે..
ADVERTISEMENT
આ ઉપરાંત ફાયર જવાનોના યુનિફોર્મ પર એઆઈ આધારિત બોડી કેમેરા લગાડવામાં આવશે, જેના કારણે આગના સ્થળેથી લાઇવ વીડિયો સીધો કંટ્રોલરૂમ સુધી પહોંચશે. અધિકારીઓ આગની ગંભીરતા, અંદરની સ્થિતિ અને રેસ્ક્યૂ ઓપરેશનને જોઈને તરત નિર્ણય લઈ શકશે. ખાસ કરીને ધુમાડાથી ભરાયેલાં ગોડાઉન, કાપડ માર્કેટ, બેઝમેન્ટ અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં આ ટેક્નોલોજી જીવ બચાવવામાં મહત્ત્વની સાબિત થઈ શકે છે.
આ સિસ્ટમ હેઠળ હાઇરાઇઝ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં લગાવાયેલાં ફાયર એલાર્મ સીધાં કંટ્રોલરૂમ સાથે જોડાશે, જેથી આગ લાગતાંની સાથે જ કોલ કરવાની રાહ જોવી નહીં પડે. કંટ્રોલરૂમમાં મળતા તમામ કોલ સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેક્નોલોજીથી આપોઆપ ડિજિટલ રેકોર્ડમાં ફેરવાશે અને સમગ્ર ઓપરેશનનું એક જ પ્લેટફોર્મ પરથી મોનિટરિંગ થઈ શકશે. આગામી ટૂંક સમયગાળામાં શહેરની ફાયર સેવામાં ટેક્નોલોજિકલ ક્રાંતિ આવી શકે તેવી અને શહેરની વધતી સુરક્ષા જરૂરિયાત પર કેન્દ્રિત એક મજબૂત સિસ્ટમ તૈયાર થઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.