બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાળકના એક જવાબથી 6.56 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, જાણો બાળકે એવું તો શું કહ્યું કે..

અમદાવાદ / બાળકના એક જવાબથી 6.56 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, જાણો બાળકે એવું તો શું કહ્યું કે..

Published By: Kalpesh Kandoria

Last Updated: 04:06 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાંથી 6.56 લાખના દાગીના ગાયબ થતાં પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો, પરંતુ આખા કેસનો સૌથી મોટો સાક્ષી બન્યો માત્ર 9 વર્ષનો બાળક.

રામોલ વિસ્તારમાં આવેલા સિંધવાઈ ગામમાં ૬.પ૬ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ પરિવારના નવ વર્ષના બાળકના એક જવાબથી ઉકેલાયો છે. પાન પાર્લર ચલાવતા વિનય ભરવાડે રામોલ પોલીસ મથકમાં ખુશી પટેલ અને પ્રશાંત ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વિનય સંયુક્ત પરિવારમાં રહે છે.

તેમનાં પત્ની કૃષ્ણા વીજળી બિલ ભરવા માટે તિજોરી ખોલવા ગયાં ત્યારે અંદર રાખેલા દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. સમગ્ર ઘરમાં શોધખોળ કરવા છતાં દાગીના મળી આવ્યા નહોતા. ત્યાર બાદ દંપતીએ પોતાના નવ વર્ષના પુત્રને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઘરમાં કોઈ ન હતું ત્યારે ખુશી દીદી ઘરે આવ્યાં હતાં. ખુશી સામે રહેતા સુરેશભાઈની ભત્રીજી હોવાથી તે અવારનવાર બાળકો સાથે રમવા માટે વિનયના ઘરે આવતી હતી.

આ પણ વાંચો- સિંહ અને દીપડાના હુમલાથી નહીં થંભ્યો ખતરો, હવે રીંછે મચાવ્યો આતંક, 5 લોકો થયા ઘાયલ

શંકાના આધારે ખુશીને પૂછતાં તે ગભરાઈ ગઈ હતી અને કૃષ્ણાને કહ્યું હતું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે, કોઈને જાણ ન કરવા અને દાગીના પરત આપી દેવાની વાત કરી હતી. તેણે કેટલાક દાગીના પરત આપ્યા હતા અને બાકીના જન્મ દિવસની પાર્ટીમાંથી આવીને આપવાનું કહ્યું હતું. પછી ખુશી પોતાના પિતાના ઘરે જતી રહી હતી.

ત્યાં પહોંચેલાં વિનય અને કૃષ્ણા સમક્ષ ખુશીએ કબૂલ્યું હતું કે પ્રશાંત ઠાકોરને સોસાયટીમાં આવવા બાબતે ઠપકો આપતાં તેનો બદલો લેવા માટે તેણે ઘરમાંથી દાગીના ચોરી કર્યા હતા. ફરિયાદ મુજબ પ્રશાંતે ચોરી કરાયેલા કેટલાક દાગીના વેચી પણ દીધા હતા. સમગ્ર ઘટનાના આધારે વિનયે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી દાગીનાની ચોરી અને વેચાણના સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sindhvai Village Theft Ramol Police Ahmedabad Crime

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ