બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિંહ અને દીપડાના હુમલાથી નહીં થંભ્યો ખતરો, હવે રીંછે મચાવ્યો આતંક, 5 લોકો થયા ઘાયલ

ગુજરાત / સિંહ અને દીપડાના હુમલાથી નહીં થંભ્યો ખતરો, હવે રીંછે મચાવ્યો આતંક, 5 લોકો થયા ઘાયલ

Published By: Kalpesh Kandoria

Last Updated: 03:35 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંહ અને દીપડા બાદ હવે રીંછના હિંસક હુમલાની ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં રીંછે હુમલો કરતાં 5 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.

બનાસકાંઠાના પાલનપુર નજીકના હસનપુરા ગામે રીંછના હુમલામાં એક મહિલા સહિત પાંચ લોકો ઘાયલ થતાં વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને તેમની હાલત સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ઘટના બાદ વન વિભાગે રીંછને શોધવા અને રેસ્ક્યૂ કરવા માટે ટીમો તહેનાત કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક રીતે એક વ્યક્તિ પર હુમલો થયા બાદ બચાવ માટે દોડી આવેલા અન્ય ચાર લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ બાલારામ-અંબાજી અભયારણ્ય અને આસપાસના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.

વન વિભાગે ઘાયલોને સરકારની જોગવાઈ મુજબ વળતર આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. રીંછનું ચોક્કસ લોકેશન મળતાં જ ટ્રેન્ક્યુલાઇઝર ગન સાથેની વિશેષ રેસ્ક્યૂ ટીમને કાર્યવાહી માટે તૈયાર રાખવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બાલારામ-અંબાજી વિસ્તાર ઉત્તર ગુજરાતના સ્લોથ બેર કોરિડોરનો ભાગ હોવાથી અહીં રીંછની અવરજવર સામાન્ય છે.

આ પણ વાંચો- કોરોના વોરિયર’ની યાદીમાં કોવિડ પહેલાં મૃત્યુ પામેલા પોલીસકર્મીનું નામ! અમદાવાદ પોલીસના પોર્ટલ પર સવાલો

વન વિભાગના જણાવ્યા મુજબ આ સમયગાળામાં સામાન્ય રીતે રીંછ આક્રમક બનતાં નથી. હુમલો કયાં કારણોસર થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને જંગલ વિસ્તાર અને અભયારણ્યની આસપાસ સાવચેતી રાખવા તેમજ રીંછ દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Forest Department Banaskantha Bear Attack Hasanpura Village

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ