બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO : રણની રેતી ઘુસી, પાણીના વહેણથી ખેતરોમાં 20-20 ફૂટ ઊંડા ખાડા પડ્યાં, હળવદમાં 2 હજાર વીઘા જમીનનું ધોવાણ
Last Updated: 03:53 PM, 6 August 2026
હળવદમાં વરસાદે વેરેલા વિનાશનું હવે વાસ્તવિક ચિત્ર ઉપસી આવ્યું છે. ગત 1 ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે એવી સ્થિતિ સર્જાઈ જે ગામલોકોએ છેલ્લા 40 વર્ષમાં ક્યારેય નહોતી જોઈ તેમ આખું ગામ અને આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતોનો દાવો છે કે અહી થયેલા ધોવાણ બાદ જમીનને સમથળ કરવા માટે 10 વર્ષ જેટલો સમય લાગશે.
ADVERTISEMENT
હળવદમાં ખેતરોમાં પડ્યા 20-20 ફૂટ ઊંડા ખાડા! ખેડૂતોની હાલત દયનીય
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 6, 2026
(ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે એવી સ્થિતિ સર્જાઈ કે જે ગામ લોકોએ છેલ્લાં 40 વર્ષમાં ક્યારેય નહોતી જોઈ. આખું ગામ અને આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. વરસાદી પાણી… pic.twitter.com/M9Zx6EVtDh
2 હજાર વીઘા જમીનનું ધોવાણ
ADVERTISEMENT
વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી અને પાણી સતત આવી રહ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 2 હજાર વીઘા જમીનમાં પાક સાથે જમીનનું પણ મોટા પાયે નુકસાન થયું છે.
રણની રેતી ઘુસી જતા 20-20 ફૂટ ઊંડા ખાડા
ADVERTISEMENT
ખેતરોમાં રણની રેતી ઘૂસી જતા અને પાણીના જોરથી 20-20 ફૂટ ઊંડા ખાડા પડી જતા જમીન સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે. કપાસ, મગફળી, એરંડા સાથે દાડમ અને કેરી જેવા બાગાયતી પાકોમાં પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે આ રીતે જમીન ધોવાઈ હોવાથી આગામી 10 વર્ષ સુધી તેઓ ખેતીમાં ઉભા થઈ શકે તેમ નથી. મહેનત અને મૂડી બંને એક જ રાતમાં પાણીમાં ગરક થઈ ગયા.
પાણીના પ્રવાહમાં 12 લોકો ફસાયા, બચાવી લેવાયા
ADVERTISEMENT
પાણીના પ્રવાહ એટલો તેજ હતો કે ગામના 12 લોકો ફસાઈ ગયા હતા. વહીવટી તંત્ર અને સ્થાનિકોની મદદથી લગભગ 15 કલાક બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોનું રોજિંદુ જીવન ખોરવાઈ ગયું હતું
ખેતરો ખાડા અને રેતીથી ભરાયા
ADVERTISEMENT
ઘટનાસ્થળે પહોંચેલી VTVની ટીમે જે દ્રશ્યો જોયા તે હૃદય કંપાવી દેનારા હતા. ખેતરો ખાડા અને રેતીથી ભરાઈ ગયા છે, ઊભા પાકો માટીમાં દટાઈ ગયા છે. ખેડૂતો ખેતરના કાંઠે બેસીને પોતાની બરબાદી જોઈ રહ્યા છે. તેમની આંખોમાં એક જ સવાલ છે કે હવે આગળ શું?
સરકાર પાસે વળતરની માંગ
ADVERTISEMENT
પીડિત ખેડૂતોએ રાજ્ય સરકાર, ચૂંટાયેલા ધારાસભ્યો અને સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે. તેમની ખાસ રજૂઆત છે કે પાક નુકસાન ઉપરાંત જમીન ધોવાણ માટે અલગથી સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર મદદ નહીં મળે તો આખો વિસ્તાર આર્થિક રીતે 10 વર્ષ પાછળ ધકેલાઈ જશે.
ખેડૂતોએ રજૂ કરી પોતાની મુશ્કેલી
ખેડૂતોએ પણ આ મુદ્દે પોતાની પરેશાની રજૂ કરી હતી અને સરકારને અપીલ કરી હતી કે અમારા ગામમાં સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે.

'દાડમ-મરચીનો પાક પૂરો ધોવાયો'
જુના માલણીયાદ ગામના ખેડૂત અનિલભાઈ કહ્યું કે મારે મરચી, દાડમનો પાક હતો જે ધોવાઈ ગયો છે. દાડમમાં 4-5 ફૂટ પાણી હોવાથી જમીનનું ધોવાઈ થઈ ગયું છે. તેમણે કહ્યું કે મારે પાકમાં મોટું નુકસાન થયું છે.

'જમીન સમથળ કરવા એક દાયકા જેટલો સમય લાગશે'
બીજા ખેડૂત દલસુખભાઈએ એવું કહ્યું કે અમારા ગામમાં 10 ફૂટ પાણી ભરાયા હતા. ટ્રેકટરો સહિતનો સામાન તણાઈને રણમાં જતો રહ્યો છે. મોલમાં 100 ટકા નુકસાની છે. જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. જમીનનું ધોવાણ ક્લીયર કરવા એક દાયકા જેટલો સમય લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.