બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:03 AM, 6 August 2026
1/5
ઈરાન સાથે સંકળાયેલા સંઘર્ષને કારણે સપ્લાય ચેઈનની મહત્વપૂર્ણ નબળાઈઓ સામે આવ્યા બાદ, ભારત સરકાર રસોઈ ગેસ (LPG) અને LNGના ગ્રાહકો પર નવો ચાર્જ લગાવવાની યોજના બનાવી રહી છે. આ ચાર્જથી 42 અબજ ડોલરની મહત્વાકાંક્ષી સ્ટ્રેટજિક ફ્યૂલ રિઝર્વ માટે ફંડ એકત્ર કરવામાં મદદ કરશે.
2/5
આ યોજના દ્વારા પ્રથમ વખત ભારતનો સ્ટ્રેટજિક રિઝર્વ ફંડ માત્ર ક્રૂડ ઓઈલ પૂરતો સીમિત ન રહેતા તેમાં ગેસનો પણ સમાવેશ થશે. આ ફંડનો ઉદ્દેશ્ય ક્રૂડ ઓઈલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની લગભગ બે મહિનાની માંગને પૂરી કરવાનો, તેમજ રસોઈ ગેસ (LPG)ના લગભગ છ અઠવાડિયાના વપરાશ જેટલો જથ્થો અનામત રાખવાનો છે.
3/5
એલપીજી પર પ્રતિ કિલોગ્રામ 1.29 રુપિયાનો શુલ્ક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આનાથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં આશરે 18 રુપિયાનો વધારો થશે. નેચરલ ગેસ પર પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) 1.43 રુપિયાનો લેવી લાદવાનો પ્રસ્તાવ છે. વપરાશના વર્તમાન સ્તરને ધ્યાનમાં લેતા, આનાથી વાર્ષિક આશરે $1 અબજની આવક થશે.
4/5
મીડિયા અહેવાલો અનુસાર, આગામી દસ વર્ષમાં ભારતના ઊર્જા સંગ્રહ કાર્યક્રમ પાછળ અંદાજે 42 અબજ ડોલર જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. આમાંથી મોટો હિસ્સો નવા ઇંધણ સંગ્રહ માળખાના નિર્માણ માટે ખર્ચવામાં આવશે, જ્યારે બાકીની રકમ વ્યૂહાત્મક ઇંધણ અનામત તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જો આ યોજના અમલમાં આવશે તો ભારતનો ઊર્જા સંગ્રહ કાર્યક્રમ માત્ર ક્રૂડ ઓઇલ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં LPG અને LNG જેવા ઇંધણનો પણ સમાવેશ થઈ શકે છે.
5/5
નોંધનીય છે કે, હાલ આ માત્ર પ્રસ્તાવના તબક્કામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા LPG અથવા કુદરતી ગેસ પર નવા શુલ્ક અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કે મંજૂરી આપવામાં આવી નથી. તેથી ગ્રાહકોએ સોશિયલ મીડિયા અથવા અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સરકારના ઓફિશિયલ જાહેરાતની રાહ જોવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ