બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / WhatsApp પર આવી છે Income Tax નોટિસ? સાવધાન! I4Cએ નકલી મેસેજને લઈને આપી ચેતવણી

photo-story

5 ફોટો ગેલેરી

એલર્ટ / WhatsApp પર આવી છે Income Tax નોટિસ? સાવધાન! I4Cએ નકલી મેસેજને લઈને આપી ચેતવણી

Last Updated: 10:04 AM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

fake ITR notice on whatsapp: સાયબર ગુનેગારોએ લોકો સાથે છેતરપિંડી કરવાની એક નવી રીત શોધી કાઢી છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત એજન્સી 'I4C' એ ચેતવણી જાહેર કરી છે કે WhatsApp પર આવકવેરાની નોટિસને લગતા નકલી મેસેજીસ ફરી રહ્યા છે. આવો તેની વિગતો જાણીએ.

1/5

photoStories-logo

1. ઇન્કમ ટેક્સની નોટિસના નામે ફ્રોડ

કેટલાક લોકોને WhatsApp પર એવા મેસેજ મળી રહ્યા છે જેમાં ઇન્કમ ટેક્સની નોટિસ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય જનતા માટે આવકવેરા રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી, જે હવે વીતી ગઈ છે. સાયબર છેતરપિંડી કરનારાઓએ લોકો સાથે ફ્રોડ કરવાની એક નવી રીત શોધી કાઢી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સાયબર દોસ્ત I4Cની પોસ્ટ

સાયબર ઠગ દ્વારા મોકલવામાં આવતા નકલી મેસેજ અંગે જનતાને સાવચેત કરવા માટે 'સાયબર દોસ્ત I4C' દ્વારા X પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકવામાં આવી છે. આ પોસ્ટમાં સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે કે જો તમને WhatsApp પર ઇન્કમ ટેક્સ અંગેની કોઈ નોટિસ મળે, તો તેના પર ક્લિક કરતા પહેલા વિચારો અને તેની સત્યતાની ચકાસણી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ITR ફાઇલિંગના નામ પર છેતરપિંડી

ITR ફાઇલિંગના બહાને લોકો સાથે છેતરપિંડી થઈ શકે છે, જેના પરિણામે તેમના ફોનમાં ફેક અને જોખમી ફાઇલો અથવા વાયરસ ઇન્સ્ટોલ થઈ શકે છે. નકલી નોટિસ પર ક્લિક કરવાથી મોબાઈલ ઉપકરણ પર એક ફાઇલ ઇન્સ્ટોલ થાય છે, જે માલવેરને ફોનની અંદર પહોંચી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ચોરી કરી લેશે બેંક ડિટેલ્સ અને પર્સનલ ડેટા

સાયબર દોસ્ત I4C એ જણાવ્યું છે કે માલવેર ફાઇલો ડિવાઇસ પર ડાઉનલોડ થતાંની સાથે જ ફોનમાં ઘૂસી જાય છે. આનાથી તેઓ બેંકની વિગતો, પાસવર્ડ અને વ્યક્તિગત ડેટા ચોરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સાઇબર ફ્રોડથી કેવી રીતે બચવુ?

સાયબર દોસ્ત (I4C) એ સલાહ આપી છે કે, વેરિફાઇ કર્યા વિના કોઈપણ ટેક્સ નોટિસ, લિંક કે એટેચમેન્ટ પર ક્લિક ન કરવું. એક ખોટું ક્લિક તમારા ડિવાઇસને સાયબર ફ્રોડનો શિકાર બનાવી શકે છે. જો તમે સાયબર ફ્રોડનો ભોગ બનો, તો ફરિયાદ નોંધાવવા માટે તરત જ 1930 પર કૉલ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

fake ITR notice on whatsapp ITR notice do not click beware of fake notice
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ